23, જુન 2025
વડોદરા |
1980 |
ચૂંટણી વિભાગે નવા બેલેટ પેપર છપાવવા પડયા
વડોદરા જિલ્લાના ધનિયાવી ગામ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણની યોજવામાં આવી હતી. રવિવારે શાંતિમય મતદાન થઇ રહ્યું હતું પરંતુ આ પ્રક્રિયા દરમિયાન એક મહિલા ઉમેદવારની અટક ખોટી છપાઈ હોવાનું ધ્યાને આવતા મહિલા ઉમેદવારે હોબાળો મચાવ્યો હતો. જો કે આ બાબતે ચૂંટણી અધિકારીએ નવા બેલેટ પેપર છપાવીને મતદાન પ્રક્રિયા શરુ કરી હતી. પરંતુ મહિલા ઉમેદવારે પણ અગાઉ જે મત આપવામાં આવ્યા છે તે માન્ય રાખવા માટે રજૂઆત કરી હતી.વડોદરા સહિત રાજ્યભરમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ તકે ધનિયાવીમાં મહિલા ઉમેદવારના નામમાં છબરડો સામે આવતા ટેકેદારો રોષે ભરાયા હતા. અને મતદાન મથકે હોબાળો મચાવ્યો હતો. બાદમાં આ મામલે ઉપરથી આદેશ આવ્યા બાદ મતદાન રોકાવીને નવા બેલેટ પેપર છપાવવા પડયા હતા.