22, જુન 2025
1782 |
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ પાવીજેતપુર ખાતે ભારજ નદીનો પુલ ક્ષતિગ્રસ્ત થતાં બીજી વાર બનાવવામાં આવેલ ડાયવર્ઝન પણ પ્રથમ પાણીએ ધોળાવવા માંડ્યો ગઈકાલના રોજ સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડાયવર્ઝનના કેટલાક વિસ્તારમાં ભુવા પડ્યા હતા અને રોડ ઉપર પણ તિરાડો જાેવા મળી હતી જ્યારે આજરોજ સવારથી જ ડાયવર્ઝન ઉપર એક તરફનો રોડ બિલકુલ બેસી ગયો હતો અને જાણે બે ભાગલામાં વહેંચાઈ ગયો સાથે અંદરના પાણી નીકળવાના જે પાઇપ હતા તે પણ છુટા પડી ગયા હતા જ્યારે વહીવટી તંત્ર દ્વારા એને એજ્ પરિસ્થિતિમાં પાઇપો પણ ફીટ કર્યા વિના જ ઉપર રબરના પથ્થર તથા માટી પુરવામાં આવી રહી હતી એ કેટલું યોગ્ય શુ એ ટકશે ખરું ?
જ્યારે આ ડાયવર્ઝનની વાત કરીએ તો તંત્ર દ્વારા ૨,૩૯ લાખના ખર્ચે પ્રથમ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જ્યારે એ ડાયવર્ઝન ગત વર્ષ વરસાદમાં પહેલા પાણી એ જ ધોવાઈ ગયું હતું જેથી કરીને હાઇવે નંબર ૫૬ ના છોટાઉદેપુર જિલ્લાના તથા મધ્યપ્રદેશના લોકોને અવર જવર કરવા માટે ૩૦ કિલોમીટર જેટલો ફેરો પડતો હતો જેથી કરીને સમગ્ર ચોમાસા દરમિયાન લોકોને ૩૦ કિલોમીટરના ફેરા ફરીને જવું પડતો હતો ત્યારબાદ જિલ્લાના રાજકીય નેતાઓ દ્વારા ફરી એકવાર ડ્રાઈવરજન બનાવવા માટે પોતાની રજૂઆતો મૂકી તંત્રને અપીલ કરવામાં આવી ત્યારે તંત્ર દ્વારા ૪ કરોડો ઉપરાંત ના રૂપિયાની ફાળવણી કરવામાં આવી
રૂપિયા ૪ કરોડના ખર્ચે ડાઈવરજનને બનતા બનતા લગભગ છ થી આઠ મહિના થયા બાદ જ્યારે સિહોદ ખાતે આવેલ ડાયવર્ઝન. ૨૦૨૫ ની સાલ ફરી શરૂ કરવામાં આવ્યું જે ડાઈવરજન પહેલું પાણી આવતા જ ગઈકાલના રોજ બે થી ત્રણ જગ્યાએ ભુવા જાેવા મળ્યા હતા અને સાથે સાથે રોડ ઉપર તિરાડ પણ જાેવા મળી હતી જ્યારે આજરોજ સવારના સમયે ડાયવર્ઝન નો રોડ એક તરફ બેસી જતા જાણે બે ભાગમાં વહેંચાઈ ગયો હોય એવું લાગતું હતું
જેના કારણે વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું જેથી કરીને લોકોને ફરી એકવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જ્યારે કોન્ટ્રાક્ટરોના કામ ઉપર અધિકારીઓની નજર હોય છે છતાં પણ આ રીતનું કામગીરી થતી હોય અને તેનો ભોગ પ્રજાને બનવું પડતું હોય એ કેટલું યોગ્ય છે