શહેરા તાલુકામાં ૨૭ ગ્રામ પંચાયતની ચુંટણીમાં અંદાજીત ૭૨ ટકા મતદાન
22, જુન 2025 શહેરા   |   2178   |  



શહેરા તાલુકામાં ૨૭ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટાચુંટણીમાં પાંચ વાગ્યા સુધીમાં અંદાજીત ૭૨ ટકા જેટલું મતદાન થયું હતું.આ ચૂંટણીના ૬૮ જેટલા બુથ પર મતદારોની લાંબી કતારો મત નાખવા માટે લાગી હતી.

 શહેરા તાલુકાની ૨૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૩ ગ્રામ પંચાયતોની પેટાચુંટણી મળી કુલ ૨૭ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે રવિવારની વહેલી સવારના ૭ વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૬૮ જેટલા બુથ પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી,જેને લઈને મંગલપુર, સંભાલી ,ગુણેલી,બોરીયાવી,નાંદરવા, સાજીવાવ, ગમન બારીયા ના મુવાડા અને ચોપડાખુર્દ સહિત અન્ય મતદાન મથક ખાતે મતદારોનો ઉત્સાહ જાેવા મળવા સાથે મતદારોની લાંબી કતારો મત નાખવા માટે લાગી હતી. અને પોતાના પસંદગીના ઉમેદવારને મત આપીને મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.૨૭ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના ૮૦ ઉમેદવાર અને સભ્ય પદના ૩૩૭ ઉમેદવારો માટે વહેલી સવારથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા દરમ્યાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ રહેવા સાથે સાંજના પાંચ વાગ્યા સુધીમાં અંદાજીત ૭૨ ટકા જેટલું મતદાન થયું હતું.મહત્વનું છેકે બેલેટ પેપરથી અને ગામની ચુંટણીનું મતદાન હોવાથી ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો,જાેકે યોજાયેલ ચુંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મતદાન પ્રક્રિયા દરમ્યાન ૧ ડી.વાય.એસ.પી.,૩ પીઆઈ,૧ પીએસઆઈ,૭૦ પોલીસ જવાનો તેમજ ૧૦૫ હોમગાર્ડ અને જીઆરડી જવાનો સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

શહેરા તાલુકાની સરાડીયા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧૧૩૪ જેવું મતદાન હોવાની સાથે માત્ર એક જ મતદાન મથક હોવાથી મતદારોને વધુ સમય સુધી લાઈનમાં ઉભા રહેવું પડ્યું હોવાથી પરેશાન થયા હતા.સાંજના પાંચ કલાકે એટલે કે મતદાન પૂર્ણ થવાને માત્ર એક કલાક બાકી હોવા છતાં મતદારોની લાંબી કતારો લાગેલી જાેવા મળી હતી.જેથી મતદાનનો સમય પૂર્ણ થયા બાદ પણ મતદાન ચાલે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી.જાેકે અગાઉની ગ્રામ પંચાયતની ચુંટણીઓમાં બે મતદાન મથક ફાળવવામાં આવતા હોય જ્યારે આ વખતની ચુંટણીમાં માત્ર એક જ મતદાન મથક ફાળવવામાં આવતા મતદારોને હાલાકી વેઠવી પડી હતી. જાેકે મહત્વનું છે કે આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે મતદાન મથક ફાળવવામાં આવે તેવી રજૂઆત હાલના સરપંચના ઉમેદવાર ભદ્રસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવી હોવાનું તેમના પાસેથી જાણવા મળેલ હોય ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા આ બાબતે ગંભીરતાથી કેમ ન લેવામાં આવી તેવા અનેક સવાલો અહીં ઊભા થતા જાેવા મળી રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution