મધ્ય ગુજરાતમા મતદાન પૂર્ણ, મતદારામાં ભારે ઉત્સાહ
22, જુન 2025 વડોદરા   |   1584   |  



ગુજરાત રાજ્યની કુલ ૮૩૨૬ ગ્રામપંચાયત માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનું આજે ૨૨ જૂનના રોજ મતદાન યોજાયું હતું. જેમાં મધ્ય ગુજરાતના ૮ જિલ્લામાં ૧૨૯૦ ગ્રામપંચાયત માટે મતદાન પૂર્ણ થયું છે. છેલ્લી કલાકમાં મતદારો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ઉમેદવારોનું પરિણામ ૨૫ જૂને જાહેર થશે. મતદાન મથકો પર મહિલા મતદારોની લાંબી કતાર જાેવા મળી હતી. ઝાલોદના મોટીહાંડી ગામમાં બેલેટ ગુમ થતા ૨૪ જૂને ફરી મતદાન થશે. છોટા ઉદેપુર જીલ્લાના આંબલા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા પાડલીયા ગામના લોકોએ આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

મહીસાગર જીલ્લાની એક એવી ગ્રામ પંચાયત કે જ્યાં ૫૦ વર્ષ બાદ પ્રથમવાર અહીં મતદાન થઈ રહ્યું છે. આમ જાેવા જઈએ તો આઝાદી પછી પહેલીવાર ગામમાં સરપંચ માટેની ચૂંટણી યોજાઈ રહી છે. મહીસાગરના વીરપુર તાલુકાના બારોડા ગામની કે, જ્યાં વર્ષ ૧૯૭૬ માં ભારોડી ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થઈ અને બારોડા ગ્રામ પંચાયત બની હતી. ત્યારથી લઇ અત્યાર સુધી અહીં સરપંચની ચૂંટણી યોજાઈ ન હતી.મહીસાગર જિલ્લામાં આજે ૯૬ ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. આજે સાંજે ૬ના ટકોરે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.મતદાન પેટી સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મતદાન મથક ખાતેથી મતદાન પેટી સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં લઈ જવાશે અને ૨૫ જૂને મત ગણતરી યોજાશે. મહીસાગર જિલ્લામાં આજે સાંજે ૫ કલાક સુધીમાં ૭૫.૦૯ ટકા મતદાન નોંધાયું છે.મહીસાગર જિલ્લામાં ૬ ના ટકોરે મતદાન પ્રક્રિયા પૂર્ણ, મતદાન પેટીને પોલિંગ અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી ચૂંટણીમાં ૭૫.૪૭ ટકા મતદાન નોંધાયું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution