22, જુન 2025
ઝાલોદ |
2079 |
ઝાલોદ નગરમાં ચોમાસુ શરૂ થતાં રસ્તાઓ ની હાલત ખરાબ જાેવા મળી. એમા ઝાલોદ નગર મા વિશ્વાસ નગર સોસાયટી મા પાણી નો કોઈ નિકાલ ના હોવાથી અને કાચા રસ્તા હોવાથી ચોમાસા મા સોસાયટી મા આવતા જતા લોકો ને ઘણી તકલીફ નો સામનો કરવો પડે છે.
અવર જવર કરવા વાળા લોકો ને ચોમાસા ના પાણી ને લઈને સ્લીપ મારી જવાનો ડર રહે છે. સાથે જ વાહનો પણ પસાર થતા હોવાથી કાદવ કીચડ લોકો ને અવર જવર મા પરેશાન કરે છે. આ બાબત ને દયાન મા લઈને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ વિશ્વાસ નગર સોસાયટી ના લોકો હેરાન પરેશાન ના થાય એના માટે રસ્તા ની હાલત કેવી છે એ જઈને જાેવુ જાેઈએ મૌખિક રજુઆત કરવા છતા કોઈ ધ્યાને લેતા નથી. એવુ કહેવુ છે. નગર ના વિકાસ અને લોકો હેરાન પરેશાન ના થાય એ હેતુ થી તંત્ર એ વહેલી તકે આનુ સમાધાન લાવવુ જાેઈએ.
હજી આતો ચોમાસા ની શરૂઆત છે. આખો ચોમાસુ શુ કરી લોકો અવર જવર કરશે? એ પણ એક ચીંતા નો વિષય છે. નગર મા લોકો ની સુખ સુવિધા આપવી એજ નગર નો વિકાસ કહેવાય નગરજનો કોઈ પણ સુવિધા ના અભાવ થી વંચિત ના રહે એ નગર ના તંત્ર એ ઘ્યાન આપવા ની જરૂર છે.