22, જુન 2025
બોડેલી |
1584 |
છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાટ ખાતે આવેલ સુખી ડેમમાંથી સતત છ દિવસથી વરસાદ વરસતા ડેમના બે બારા ૩૦ ષ્ઠદ્બ જેટલા ખોલવામાં આવેલ હતા જેના કારણે ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધવા માંડ્યો હતો જ્યારે શુક્રવારના રોજ ભારજ્ નદીમાં વાગવા ખાતે એક વ્યક્તિ પાણીનો પ્રવાહ વધતા ડૂબી ગયા હતા જેમનું નામ રમેશભાઈ મનસુખભાઈ રાઠવા હોવાનું જણાવ્યું હતું
જેની શોધખોળ માટે એન ડી આર એફ ની ટીમ પણ ગઈકાલ ના રોજ આવી હતી આખો દિવસ શોધ ખોળ કર્યા બાદ પણ એ વ્યક્તિનો કોઈ પતો મળ્યો ન હતો જ્યારે આજરોજ સવારના સમયે વાગવા ગામના લોકો પોતાના ગામની વ્યક્તિની શોધખોળ અર્થે ઓરસંગ નદીમાં નીકળ્યા હતા જ્યાં તેમને જાણ થઈ કે કોઈ બોડી જબુગમ નદીમાં જાેવા મળી છે જેથી કરીને ગામ લોકો જબુગામ ખાતે આવી તપાસ કરી એન ડી આર એફ ની ટીમ બોલાવી બોડી કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જ્યારે બોડી બહાર આવતા ગામ લોકો દ્વારા પુષ્ટિ કરી હતી
અને પોસ્ટમોર્ટમ અર્થે જબુગામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બોડેલીના જબુગામ ઓરસંગ નદી મા એક લાસ તણાઈ આવી, વાગવા ખાતે ડૂબેલ વ્યક્તિ ની બોડી હોવાનું બહાર આવ્યું હતું