લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 2079   |   વડોદરા   |  
બીસીએની એપેક્સ કમિટીની વિવાદીત બેઠક એકાએક કૅન્સલ

બરોડા ક્રિકેટ એસોસિયેશનની ખૂબ ચર્ચાસ્પદ બનેલી એપેક્ષ કમિટિની બેઠક એકાએક રદ કરવામા આવતાં બીસીએના સભ્યો અને ક્રિકેટ વર્તુળમાં આ બાબત ચર્ચાનો વિષય બની છેેં,મજાની વાત તો એ છે કે, રદ કરાયેલી બેઠક માટે એવું કારણ દર્શાવાયું છે કે,પ્રમુખની અનએવેલીબીલીટીના લીધે બેઠક શુક્રવારે યોજાવાની નથી.આ અંગેનો મેલ પ્રમુખ સહિત બીસીએની એપેક્ષ કમિટિના ૧૧ સભ્યોને મોકલવામાં આવ્યો હતો.જાે કે બીસીએની એપેક્ષ કમિટિના સભ્ય કલ્યાણ હરિભકિત-મંગલા બાબરે ગૂરુવારે બેઠકના આયોજન સામે વાંધો ઉઠાવી આયોજનના કાનૂની ભય સ્થાનો દર્શાવી તાકિદ કરતો મેલ પણ કર્યો હતો.બરોડા ક્રિકેટ એસોસિએશનની ખૂબ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બની રહેલી એપેક્ષ કમિટીની બેઠક એકાએક રદ્દ કરાતા બીસીએ આલમમાં ખળભળાટ મચી ગયો છે.ખાસ વાત એ છે કે બેઠક માટે અગાઉથી એજન્ડા મોકલવામાં આવ્યો હતો અને તેમાં મહત્વના ખર્ચા તેમજ નાણાકીય મંજૂરીઓ જેવા મુદ્દાઓ સમાવેશ કરાયો હતો.ખાનગી સૂત્રો મુજબ બેઠક પહેલા પ્રમુખ સહિતના હોદેદારો અને એપેક્ષ સભ્યો સાથે લંચ કર્યો હતો.જાે કે આ લંચમાં રોયલ-સત્યમેવ જયતેના જૂથના એપેક્ષ સભ્યો ન હતા. ત્યારબાદ બપોરે અંદાજે ૩ વાગ્યે સભ્યોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી કે,પ્રમુખની ગેરહાજરીને કારણે આજની બેઠક યોજાશે નહીં. આ અચાનક લેવામાં આવેલા ર્નિણયને કારણે સભ્યોમાં આશ્ચર્ય ફેલાયું હતું.સૂત્રો જણાવે છે કે બેઠકના એજન્ડામાં મોટા ખર્ચા મંજૂર કરવા સહિતના ર્નિણયો લેવામાં આવવાના હતા, જેના કારણે પહેલેથી જ આ બેઠક ચર્ચામાં રહી હતી. હવે બેઠક રદ્દ થતા કેટલાક સભ્યોમાં અસંતોષ પણ જાેવામાં આવી રહ્યો છે અને ર્નિણય પાછળના કારણો અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. બીસીએના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે,પ્રમુખને કોઈ જાતની ઇમરજન્સી આવી જતાં બેઠક નહી યોજવા નિર્ણય લેવાયો હતો.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 2079   |   વડોદરા   |  
જિલ્લા ભાજપ સંકલનની બેઠક યોજાઈ

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાની ચૂંટણી સંદર્ભે ઉમેદવારોની પસંદગી માટે ભાજપા દ્વારા બે દિવસિય સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરની જેમ જિલ્લામાં પણ દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. ત્ચારે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે નિરીક્ષકો, પ્રદેશ પ્રભારી, ધારાસભ્યો અને સાંસદ સભ્યની ઉપસ્થિતીમાં જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે સંકલન સમિતીની બેઠક મળી હતી. જેમાં વિવિધ બેઠકો પર ટીકીટોની ફાળવણી મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હવે દરેક બેઠક પર ૩-૩ના નામોની પેનલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો મોકલવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોના નામોની યાદી પ્રદેશ માંથી જાહેર કરવામાં આવશે.વડોદરા જિલ્લા પંચાયતની ૩૪, ડભોઈ, સાવલી, પાદરા અને નવી બનેલી વાધોડિયા નગર પાલિકા ઉપરાંત જિલ્લાના ૮ તાલુકાની તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ભાજપા દ્વારા બુધ અને ગુરૂવારે બે સ્થળે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વિવિધ તાલુકાઓમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળ્યા હતા. જિલ્લામાં પણ જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ચૂંટણી લડવા ઈચ્છુકોનો રાફડો ફાટ્યો હતો. જાેકે, સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે સંકલનની બેઠક યોજાઈ હતી. જિલ્લા સંકલનની બેઠકમાં પ્રદેશ ભાજપાના પ્રભારી ઋત્વીક પટેલ, નિરીક્ષકો તેમજ જિલ્લાના પાંચે ધારાસભ્યો અને સાંસદ સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.અને તાલુકા દીઠ બેઠકો માટે વિવિધ નામોની ચર્ચા કરવામાં આવી હતી. હવે દરેક બેઠક દીઠ ૩-૩ના નામોની યાદી પાર્લામેન્ટરી બોર્ડમાં જશે ત્યાંથી ઉમેદવારોના નામોની યાદી જાહેર થશે તેમ જિલ્લા ભાજપાના મહામંત્રી યોગેશ અધ્વર્યુએ જણાવ્યું હતુ.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 2079   |   વડોદરા   |  
ડભોઈ તાલુકાના પુડા ગામે દલિત યુવાનના પગે દોરડું બાંધી ઢસેડી-ઢસેડીને માર માર્યો

ડભોઈ તાલુકાના પૂડા ગામે બે બાઈક વચ્ચે અકસ્માતને લીધે થયેલા ઝઘડામાં એક દલિત યુવકને લાકડી, દંડા અને પાઈપ વડે ઢોર મારમારવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. હુમલાખોરોએ દલિત યુવાનના પગમાં દોરડું બાંધીને તેને ઢસેડ્યો હતો અને થાંભલા સાથે માથું પછાડીને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ડભોઈ પોલીસે ફરિયાદને આધારે એક મહિલા સહિત આઠ જણા સામે ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે. વડોદરાના તરસાલી બાયપાસ પર આવેલી પુષ્પક રેસિકોમમાં રહેતા અને મકરપુરા જીઆઈડીસીની એક દુકાનમાં નોકરી કરતા હાર્દિક વિનોદભાઈ પરમારે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ડભોઈ તાલુકાના પૂડા ગામે મારું બીજુ એક ઘર આવેલુ છે. થોડા દિવસ પહેલા હું મારા માતા-પિતા અને પત્ની સાથે ગામડામાં રહેવા ગયો હતો. દરમિયાન એક દિવસે હું મારા એક મિત્ર સાથે ક્રિકેટ રમવા નીકળ્યો હતો. પરત ફરતી વખતે ગામના એક યુવાન અર્પણ હરીવદન પાટણવાડિયાની બાઈક સાથે મારો અકસ્માત સર્જાયો હતો. જેથી ઉશ્કેરાયેલા અર્પણે મારી ઉપર હુમલો કર્યો હતો. થોડી જ વારમાં અર્પણના બીજા પરિવારજનો દોડી આવ્યા હતા અને તેમણે પણ મને લાકડી, દંડા અને પાઈપ વડે મારમાર્યો હતો. ઉપરાંત, તેઓ દોરડું લઈ આવ્યા હતા અને મારો પગ બાંધી દીધો હતો. તેઓ મને ઢસેડી ઢસેડીનો મારવા લાગ્યા હતા.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 2376   |   વડોદરા   |  
નિઝામપુરાની સોસાયટીમાં ‘પાણી નહીં તો વૉટ નહીં’ના બેનરો લાગ્યાં

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે વોર્ડ નંબર-૧ નિઝામપુરા વિસ્તારમાં પાણી પ્રશ્ને વિરોધનો સૂર ઉઠ્યો છે. આ વિસ્તારમાં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની સોસાયટીઓના રહીશોએ પાણીની ગંભીર સમસ્યાનું અનેક રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહી આવતા બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો છે. સોસાયટીની જ્યાં સુધી પાણી નહીં, ત્યાં સુધી વોટ નહીં.ના બેનરો લગાવીને વિરોધ કરીને નોટામાં મતદાન કરવાની ચીમકી આપી હતી.નિઝામપુરા વિસ્તારમાં આવેલી આ સોસાયટીના રહીશે રોષ વ્યક્ત કરતા કહ્યું હતુ કે, જ્યારે અમને પ્રાથમિક સુવિધા ગટર, પાણી અને રોડ-રસ્તા મળવા જાેઈએ. છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનુ શાસનમાં હોવા છતાં પ્રાથમિક જરૂરિયાત એવા પીવાના પાણીની સમસ્યા છે. સ્થાનિક કોર્પોરેટર, પૂર્વ મેયર સહિતને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આક્રોશ સાથે રહીશોએ એમપણ જણાવ્યું હતુ કે, વર્તમાન ધારાસભ્ય કેયુર રોકડિયા જ્યારે ૨૦૨૨માં મેયર હતા, ત્યારે પણ અમે રજૂઆત કરી હતી. તે સમયે પણ આશ્વાસન આપ્યું હતું, છતાં આજે પણ પાણીની સમસ્યા યથાવત છે. જાે આ ચૂંટણીમાં કોઈ નિષ્ઠાવાન વ્યક્તિ ઉમેદવાર તરીકે નહીં હોય, તો અમે નોટા’માં મતદાન કરીશું.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1881   |   વડોદરા   |  
જિતુ સુખડિયા જેવા નેતાઓને પણ ટિકિટની ભલામણ માટે અજિત દધીચને મળવું પડે..!

વડોદરા શહેર વાડી- વિધાનસભા વિસ્તારમાં અજીત દધીચના ધારાસભ્ય સમાન પ્રભુત્વી આડઅસરની ભાજપા વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા વચ્ચે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયા જેવા વરીષ્ઠ નેતાને પણટિકીટની ભલામણ માટે અજીત દધીચને મળવુ પડે છે. વોર્ડ નં-૬માં શિક્ષણ સમિતીના ઉપાદ્યક્ષ અંજનાબેન ઠક્કરને ટીકીટ અપાવવા માટે જિતેન્દ્ર સુખડિયા અજીત દધીચના ધરે પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. હનુમાનજીની પુજામાં હાજરીના નામે ટીકીટનું લોબીંગ કરાયુ હોવાની ચર્ચા પણ ભાજપા વર્તુળોમાં થઈ રહી છે.મંત્રી અને ધારાસભ્ય મનિષાબેન વકિલની અનઉપસ્થિતીમાં શહેર-વાડી વિધાનસભામાં આવતા પાલિકાના વોર્ડના દાવેદારોએ બાયોડેટા સાથે પૂર્વ કાઉન્સિલર અજીત દધીચની ઓફીસમાં હાજરી લગાવી હોવાની ચર્ચાએ શહેર ભાજપમાં કુતુહલ ઉભૂ કર્યુ હતુ. શહેર વાડી વિધાનસભાનું સંપૂર્ણ નિયંત્રણ ધરાવતા અજિત દધીચની પાસે ભલામણો લઈને ગયેલા લોકોની સંખ્યા વધતા નિરીક્ષકોના આગમનની પૂર્વ સંધ્યાએ તેઓના કાર્યાલયમાં પાર્કિગ પણ ખૂટી પડ્યાની વાતો વહેતી થઈ છે. જાેકે, શહેર વાડી વિધાનસભા વિસ્તારમાં અજિત દધીચના ધારાસભ્ય સમાન પ્રભુત્વની આડઅસર જાેવા મળી રહી છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયા જેવા વરીષ્ઠ નેતાને પણ ટીકીટની ભલામણ માટે અજિત દધીચને મળવુ પડે છે. તેવી ચર્ચા ભાજપા વર્તુળોમાં થઈ રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1683   |   વડોદરા   |  
સસ્પેન્ડેડ અલ્પેશ લિંબાચિયાની ભાજપમાં ઘરવાપસી

“જેટલો પહેલા હતો એટલો હરખ રહ્યો નથી...હું હોઉં કે ના હોઉં એટલો ફર્ક રહ્યો નથી..!! “ રાજકારણમાં સંબંધના સમીકરણ ક્યારે બદલાય તેનું ઠેકાણું હોતુ નથી. એક જમાનાના દુશ્મન ક્યારે દોસ્ત બની જાય તેનું પણ ઠેકાણું હોતુ નથી..!! આજે ભાજપમાં અલ્પેશ લીંબાચીયાની ઘરવાપસી પછી એવું ચોક્કસ કહી શકાય કે, વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પહેલા શહેર ભાજપમાં સંબંધોના સમીકરણમાં ખુબ જ ઝડપથી ફેરફાર આવી રહ્યા છે. એક જમાનો હતો જ્યારે ભાજપના જ કેટલાક નેતાઓની ભરપુર ભલામણથી તત્કાલિન કાઉન્સિલર અલ્પેશ લીંબાચીયાની પક્ષમાંથી ધરાર હકાલપટ્ટી કરવામાં આવી હતી. અને આજે એવો દિવસ આવ્યો છે જ્યારે એમને ભગવો ખેસ પહેરાવીને સન્માનપૂર્વક ભાજપમાં પાછા ભેળવવામાં આવ્યા છે. લીંબચીયાને ભાજપમાં ભેળવીને પક્ષે નીલેશ રાઠોડને ભેરવવાનો તખ્તો ઘડી કાઢ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. વાસ્તવમાં અલ્પેશ અને નીલેશની ભૂતકાળની દોસ્તી અને પછીની દુશ્મની બધાએ જાેઈ પણ છે અને માણી પણ છે. ખેર, હવે પાછો સમય બદલાયો છે. પત્રીકાકાંડ પછી કોરાણે મૂકાયેલા અલ્પેશ લીંબાચીયાને ભાજપ પાછા મેદાને લાવ્યો છે. કહેવાય છે કે, સંગઠને આવું પગલુ લેતા પહેલા ચૂંટાયેલી પાંખનો ભરોસો જીત્યો નથી. જાેકે, સંગઠનના આ પગલાથી કોર્પોરેશનની ચૂંટણીમાં ઉત્તેજના ચોક્કસ ઉમેરાઈ છે.વડોદરા, તા. ૩ વડોદરાના તત્કાલિન મેયર નિલેશ રાઠોડની સામે ભ્રષ્ટ્રાચારના ગંભીર આક્ષેપો સાથેની પત્રિકા પ્રસીદ્ધ કરા બદ્દલ ભાજપામાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા અલ્પેશ લીંબાચીયાની ચૂંટણી ટાંણે ધરવાપસીથી ભાજપામાં ભડકો થયો છે. ચૂંટાયેલી પાંખને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય કરાયો હોવાની તેમજ ભાજપાનાજ નેતાઓના વિરોધ વચ્ચે પ્રવેશ અપાતા હોબાળો મચ્યો હોવાનું જાણવા મળે છે.અલ્પેશ લીંબાચીયા આજે શહેર ભાજપા કાર્યાલય ખાતે શહેર ભાજપા પ્રમુખની ઉપસ્થિતીમાં ખેંસ ધારણ કરીને ફરી ભાજપામાં જાેડાયા હતા. વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ગત બોર્ડમાં મેયર નિલેશ રાઠોડની સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકાકાંડને લઈ ભાજપામાંજ આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. મેયર સામે આક્ષેપો સાથેની પત્રિકા અનેક કાઉન્સિલરો સહિતને પોસ્ટ દ્વારા મોકલવામાં આવી હતી. પત્રિકાકાંડને લઈ વિવાદ સર્જાયો હતો. આ મામલે તત્કાલિન મેયર નિલેશ રાઠોડે પોલીસને આ પાછળ જે કોઈ હોય તેની તપાસ કરવાની માંગણી કરી હતી.જાેકે, પત્રિકાકાંડમાં પ્રથમ વોર્ડ-૧૯ના કાઉન્સિલર અને તે સમયે પાલિકામાં ભાજપા પક્ષના નેતા અલ્પેશ લિંબાચીયાના સબંધીઓનું નામ પ્રકાશમાં આવતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. જાેકે, તપાસમાં અલ્પેશ લિંબાચીયાનું નામ પણ પ્રકાશમાં આવતા પોલીસે તેમની પણ ધરપકડ કરી હતી. જ્યારે બીજી તરફ અલ્પેશ લિંબાચીયાને ભાજપા દ્વારા પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હતો. સસ્પેન્ડ કરાયા બાદ બોર્ડ પુરૂ થતા સુધી તેઓ અપક્ષ કાઉન્સિલર તરીકે રહ્યા હતા. જાેકે, છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ લિંબાચીયાના ધરવાપસીની ચાલતી ચર્ચા વચ્ચે પાલિકાની ચૂંટણી ટાંણે આજે શહેર ભાજપા કાર્યાલય ખાતે પ્રમુખના હસ્તે ખેસ ધારણ કરીને ફરી ભાજપામાં જાેડાયા હતા.જાેકે, ચૂંટાયેલી પાંખને વિશ્વાસમાં લીઘા વગર અને ભાજપાનાજ નેતાઓના વિરોધ વચ્ચે અલ્પેશ લિંબાચીયાને પક્ષમાં ફરી પ્રવેશ અપાતા ભડકો થયો હોવાનું જાણવા મળે છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1782   |  
૬.૪૪ લાખનાં ૨૧૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ગોપીપુરાનો ઝુબેર શાહ ઝડપાયો

શહેરના ગોપીપુરા વિસ્તારમાં ડ્રગ્સનો વેપલો કરતાં યુવકને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. ૬.૪૪ લાખ કિંમતની ૨૧૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે લઇ પોલીસે વેચાણ કરનાર શાહપોરનાં પેડલરને વોન્ટેડ જાહેર કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર સબ ઇન્સ્પેકટર કિર્તીપાલસિંહ પુવારને એવી બાતમી મળી હતી કે, ગોપીપુરામાં મોમનાવાડ સ્થિત જલારામ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતો ઝૂબેર નામનો યુવક એમડી ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરી રહ્યો છે. ખાનગી રાહે બાતમી અંગે તપાસ કરાવ્યા બાદ ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. મોમનાવાડ, સીદી બાગદશાહનાં ટેકરા પર આવેલા જલારામે એપાર્ટમેન્ટનાં ૨૦૧ નંબરનાં ફ્લેટમાંથી મોહમંદ ઝુબેર ગુલામરસુલ શાહ મળી આવ્યો હતો. મૂળ રૂદરપુરા, બોમ્બે કોલોનીનો રહેવાસી ઝૂબેરની અંગજડતી દરમિયાન પેન્ટના ખિસ્સામાંથી પાઉન્ડ સ્વરૂપનો માદક પદાર્થ ભરેલી પારદર્શક ઝીપ લોક વાળું પાઉચ મળી આવ્યું હતું. આ ઉપરાંત એક નાનો ડિજિટલ વજન કાંટો અને બે મોબાઇલ ફોન પણ મળ્યા હતાં. પાઉચમાંથી મળેલા પાઉડરનું વજન ૨૧૪.૭૩૦ ગ્રામ થયું હતું. આ પાઉડરની તપાસ માટે એફએસએલ બોલાવાઈ હતી. એફએસએલની ટીમે પોર્ટેબલ કીટ થકી સ્થળ પર કરેલી પરિક્ષણમાં એ પાઉડર મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. જેથી ૨૧૪.૭૩૦ ગ્રામ એમડી ડ્રગ્સની કિંમત ૬,૪૪,૧૯૦ રૂપિયા આંકવામાં આવી હતી. ડ્રગ્સ, વજનકાંટો, મોબાઇલ ફોન વિગેરે મળી ૬,૫૯,૨૯૦ કિંમતની મતા કબજે લઇ ઝૂબેરની પૂછપરછ કરાઈ હતી. જેમાં તેણે આ ફ્લેટમાં બે મહિનાથી રહેવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે ડ્રગ્સનો જથ્થો સુરત શાહપોર વિસ્તારમાં રહેતાં એજાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર પાસેથી ખરીદી લાવ્યો હોવાની કબૂલાત પણ કરી હતી. પોલીસે ઝૂબેરની ધરપકડ કરી એજાઝને વોન્ટેડ જાહેર કર્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1683   |  
મનપાની ચૂંટણીમાં પતિને ટિકિટ મળે તે માટે પત્નીએ રાજકીય કારકિર્દીનું બલિદાન આપ્યું

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ શહેરના કેટલાક વિસ્તારમાં રાજકીય ડ્રામા શરુ થઈ ગયા છે. સુરતના પાટીદાર અનામત આંદોલનના નેતાએ વિધાનસભાની ચૂંટણી આપમાંથી લડ્યા હતા. ત્યારબાદ ભાજપનો ખેસ પહેરી લઈ હવે કોર્પોરેટરની ટિકિટ માટે દાવેદારી કરી છે. જાે કે, તેમના પત્ની આપના કોર્પોરેટર હતા. તેથી એક જ પરિવારના બે સામ-સામે આવે તેવી ચર્ચાએ જાેર પકડ્યું હતું. જેથી હવે આ મામલે આપના પૂર્વ કોર્પોરેટરે સ્પષ્ટ કર્યું છે કે, તેઓએ ટિકિટની માંગણી કરી નથી કે ફોર્મ પણ ભર્યુ નથી. આમ તેઓ ચૂંટણી લડશે નહીં. પતિએ ભાજપમાં ઉમેદવારી નોંધાવતા પતિને ટિકિટ મળે તે માટે પત્નીએ બલિદાન આપ્યું હોવાનું ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. સુરતમાં અનામત આંદોલન વખતે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભારે ચર્ચામાં રહ્યા હતા. પાલિકાની થોડા સમય પહેલાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી, તેમાં ધાર્મિક માલવીયાએ ઓલપાડ વિધાનસભા માંથી આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેઓએ ભાજપનો ખેસ પહેરી લીધો હતો. પાલિકાની આ ચૂંટણીમાં અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાએ વોર્ડ નંબર ૩ માંથી ટિકિટ માગી છે. જ્યારે વોર્ડ નંબર-૨માંથી ધાર્મિક માલવીયાએ ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી કરી છે. આ દાવેદારી બાદ આપના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જયારે સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી ત્યારે ધાર્મિકની પત્નીએ આપમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ટિકિટ પણ માંગી હતી. જાેકે ઉમેદવારી નોંધાવવાની બાકી હતી. જેના કારણે સોસીયલ મીડિયામાં એક જ ઘરમાંથી બે સભ્યો અલગ-અલગ પક્ષમાંથી ચૂંટણી લડશે તેવી વાત શરુ થઈ ગઈ હતી. જાે કે, આ અટકળો વચ્ચે મોનાલી હીરપરાએ આજે સોશિયલ મીડિયા ફેસબુક પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘મેં ટિકીટ માટે કોઈ દાવેદારી કરી નથી અને ફોર્મ પણ ભર્યું નથી. છેલ્લા ઘણા સમયથી પરિવારમાં વ્યસ્ત છું, બાળક નાનું છે તેની સારસંભાળ રાખી રહી છું. જેના કારણે ઘણા સમયથી પક્ષના કાર્યક્રમમાં પણ જતી નથી. હું પક્ષમાં જાેડાયેલી છું પણ ટિકિટની માંગણી કરી નથી. ઉલ્લેખનીય છે કે તેમના આ નિવેદન બાદ હવે એક ઘરમાં બે અલગ-અલગ પક્ષના ચૂંટણી લડશે તેનો છેદ ઉડી ગયો છે પરંતુ તેઓએ હજી પક્ષ સાથે છું તેવી વાત કરતાં ચર્ચાનો વિષય બન્યો છે. પતિ ધાર્મિકને ભાજપમાંથી ટિકિટ મળે તે હેતુ સાથે જ મોનાલી હીરપરાએ પોતાની રાજકીય કારકિર્દીનું બલિદાન આપ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1980   |  
કતારગામના સિંગણપોરમાં ટ્રાન્સફર સ્ટેશન પાસે કચરાનાં ઢગલાંથી સ્થાનિકોનું આરોગ્ય જાેખમમાં

સુરત મહાનગર પાલિકાનાં વહિવટી સત્તાધીશોએ કેન્દ્ર સરકારને ઉઠાં ભણાવી અને આંકડાકીય માયાજાળ રચી સુરત શહેરને ભલે સ્વચ્છતામાં પ્રથમ નંબર અપાવ્યો હોય પરંતુ શહેરની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. મનપા કરોડો રૂપિયાનાં ખર્ચ બાદ પણ ખજાેદ ડિસ્પોઝલ સાઈડ પરથી ક્લચરનો નિકાલ કરી શક્તિ નથી ત્યારે બીજી તરફ આખા શહેરમાં દરેક ઝોન વિસ્તારમાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓની બેદરકારીનાં કારણે કચરાના ઢગલાં જાેવા મળે છે જેના કારણે આજુબાજુમાં વસવાટ કરતા રહીશોનાં સ્વાસ્થ્ય સામે પણ ચેડાં થાય છે. કતારગામ ઝોનમાં આવેલા સિંગણપોર ટ્રાન્સફર સ્ટેશન પર પાલિકાની ગંભીર બેદરકારીને કારણે રસ્તા પર કચરાનાં ઢગ પડ્યાં હોવાથી સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવા સાથે ટ્રાફિક સમસ્યા પણ થઈ રહી છે. પાલિકાનાં કતારગામ ઝોનમાં વેડરોડ પરનું ટ્રાન્સફર સ્ટેશન સ્થાનિકો અને વાહન ચાલકો માટે આફત બની રહ્યું છે. આ જગ્યાએ નબળી કામગીરી હોવાથી ટ્રાન્સફર સ્ટેશનની દિવાલને અડીને કચરાનાં ઢગ જાેવા મળી રહ્યાં છે. લાંબો સમય સુધી આ કચરાનાં ઢગ હોવાથી રોડ બ્લોક થાય છે અને વાહનો નીચે કચરો આવતો હોવાથી રોડ પર ફેલાઈ રહ્યો છે. આ ગંદો ગંધાતો કચરો આસપાસ ફેલાતા સ્થાનિકોનાં આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. આ ટ્રાન્સફર સ્ટેશનની આજુબાજુ ખુલ્લામાં પડેલો કચરો, દુર્ગંધ, માખી-મચ્છરનો ઉપદ્રવ થતો હોવાની ફરિયાદ થઈ રહી છે. આ ઉપરાંત રસ્તા પર પડેલા કચરાનાં ઢગલાને કારણે ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. આવી સમસ્યાનો તાકિદે નિકાલ કરવા માટે સ્થાનિકો માંગણી કરી રહ્યાં છે. સુરત પાલિકા દ્વારા શહેરનાં કચરા નિકાલ માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આધુનિક મશીનરી, વાહનો અને કોન્ટ્રાક્ટ સીસ્ટમ હોવા છતાં વેડરોડ જેવા વિસ્તારમાં જાેવા મળતા આવા દ્રશ્યો પાલિકાની કામગીરી અને મોનિટરિંગ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સ્વચ્છતાની હરિફાઈમાં અગ્રસ્થાને રહેલા શહેરમાં જાે ટ્રાન્સફર સ્ટેશન આસપાસ જ કચરો બેરોકટોક ફેલાઇ રહ્યો છે. જેના કારણે પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1980   |  
રાંદેરમાં પોસ્ટર લાગ્યાં : ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવાં નેતા જ વોટ માગવા આવે

સુરત શહેર સહિત સમગ્ર જિલ્લાઓમાં હાલમાં રાંદેર વિસ્તાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે જ રાંદેરનાં ગોરાટ વિસ્તારમાં સ્થાનિકોએ રાજકીય પક્ષો, ખાસ કરીને ભાજપ સામે મોરચો ખોલ્યો છે. શહેરમાં એક તરફ હનુમાન જન્મોત્સવની ઉજવણી ચાલતી હતી ત્યારે બીજી તરફ મંદિરની આસપાસની સોસાયટીઓમાં ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવા જ નેતા વોટ માગવા આવે તેવા બેનરો લોકો દ્વારા લગાવવામાં આવતા ભાજપના નેતાઓનું ટેન્શન વધી ગયું છે. શહેરમાં રાંદેર ઝોનનો ગોરાટ વિસ્તાર અશાંત ધારા હેઠળ આવે છે. સ્થાનિકો અને મંદિરનાં પૂજારીનો આક્ષેપ છે કે, ગોરાટ હનુમાન મંદિરની દિવાલને અડીને જ વિધર્મીઓ માટે બિલ્ડિંગ કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે. અશાંત ધારાનો સરેઆમ ભંગ કરીને આ બાંધકામ થઈ રહ્યું હોવા છતાં કોઈ રાજકીય નેતાએ સ્થાનિકોની વહારે આવ્યાં નથી. સ્થાનિકોનો આરોપ છે કે નેતાઓની મીલીભગતને કારણે જ મંદિરની સુરક્ષા જાેખમાઈ રહી છે. સોસાયટીઓના ગેટ પર લાગેલા બેનરોમાં સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે કે, "ગોરાટ હનુમાન મંદિર બચાવી શકે તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું. એક બાબરી તૂટી અને ગોરાટમાં બીજી બની ગઈ, જવાબદાર કોણ તેવો પ્રશ્ન પુછતાં બેનરો લાગી ગયાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, અમને કોઈ પક્ષ સાથે લેવા-દેવા નથી, જે અમારા મંદિર અને વિસ્તારની રક્ષા કરશે તે જ અમારા નેતા ગણાશે. અત્યાર સુધી નેતાઓએ અમારી વાત સાંભળી નથી, હવે ચૂંટણી સમયે અમે તેમને જવાબ આપીશું. ભાજપ હંમેશા હિન્દુત્વ અને મંદિર સુરક્ષાનાં મુદ્દે મજબૂત રહ્યું છે, પરંતુ અહીં મંદિર બચાવવા માટે જ ભાજપનાં શાસન સામે સવાલો ઉઠ્યા છે. અશાંત ધારાના કડક અમલની વાતો વચ્ચે આ પ્રકારે બાંધકામ થવું તે શાસક પક્ષની કામગીરી સામે આંગળી ચીંધે છે. પાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આ પ્રકારનો આક્રોશ વોટ બેંકમાં ગાબડું પાડી શકે છે. મંદિરનાં પૂજારી અને ભક્તોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. હનુમાન જયંતીનાં દિવસે જ્યારે હજારો ભક્તો ઉમટ્યાં હતાં ત્યારે આ બેનરોએ સુરતભરમાં ચર્ચા જગાવી છે. આ વિસ્તારના લોકોનો આવો મિજાજ આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે ભારે પડી શકે છે. હવે જાેવાનું એ રહેશે કે શું કોઈ નેતા આ વિવાદનો ઉકેલ લાવવા આગળ આવશે કે પછી જનતાનો આક્રોશ ચૂંટણીમાં જાેવા મળશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1683   |  
૬ વર્ષની માસૂમ બાળાને બદકામનાં ઇરાદે ઉઠાવી જનાર નરાધમને પોલીસે આખીરાત સીસી કેમેરા ખંગોળીને દબોચી લીધો

પાંડોસરાનાં વડોદગામમાંથી છ વર્ષની માસૂમ બાળકીનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કરાયું હતું. ફરિયાદ મળતાં પોલીસે સીસી કેમેરા ફૂટેજ થકી આખી રાત તપાસ કરી વહેલી સવારે નરાધમને ઝડપી પાડ્યો હતો.  પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વડોદગામ, શાસ્ત્રી નગરમાં બિહારનાં વતની મનોજ તેમના પરિવાર સાથે રહે છે. પાંડેસરા જીઆઇડીસી સ્થિત શ્રીજી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલમાં નોકરી કરતાં મનોજને ત્રણ સંતાનો છે. ૩૧મી માર્ચે સાંજે સાતેક વાગ્યે મનોજની પત્ની સંજુ નોકરીએથી આવી ત્યારે મોટો દિકરો અને નાની દીકરી સોસાયટીમાં રમતાં દેખાયા હતાં. જ્યારે ૬ વર્ષની નીશા (નામ બદલ્યા છે) ઘરે પણ જાેવા મળી ન હતી. નાઇટ પાળીમાં નોકરી કરતા હોય સાંજે આરામ કરતાં પતિ મનોજને સંજુએ નીશા અંગે પૂછ્યા બાદ તેઓ શોધખોળ કરવા નીકળ્યા હતાં. સોસાયટી તથા આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં નીશા મળી ન હતી. અંધારું થવા માંડ્યું અને માસૂમ બાળકી મળતી ન હોય આ દંપતિ સીધું પોલીસ સ્ટેશન દોડી ગયું હતું. બાળકી લાપતા થયાની ફરિયાદ આવતા જ ઇન્સ્પેક્ટર કે. ડી. જાડેજા અને એસીપી ઝેડ. આર. દેસાઇએ તુરંત સ્થળ વિઝીટ કરી હતી. સાથે જ પોલીસ સ્ટેશનના પચાસથી વધુ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી બાળકીની શોધખોળ શરૂ કરાઇ હતી. આ પૈકી સીસી કેમેરા ચેક કરતી ટીમને પચ્ચીસેક વર્ષ ઉંમરનો યુવક આ બાળકીને લઈ જતાં દેખાયો હતો. આ કેમેરામાં યુવક બાળકીને લઈ જે દિશામાં જતો દેખાયો ત્યાંથી આગળ આગળ સીસી કેમેરા શોધી તેના ફૂટેજ થકી પગેરુ દાબતાં પોલીસ પ્રાઇમ પોઇન્ટ પાસે આવેલા સીઇટીપી પ્લાન્ટ પહોંચી હતી. અહીં આગળ સીસી કેમેરા ન હતાં. જેથી પોલીસની ટીમે ચોમેર ફેલાઇને શોધખોળ કરી હતી. જેમાં ઝાડી ઝાંખરા વાળી જગ્યાએથી બાળકી અને તેનું અપહરણ કરનાર મળી આવ્યો હતો. પોલીસે અપહરણકાર પ્રદીપ સત્યેન્દ્ર જગદેવભગત પાલ (ઉ.વ.૨૨ રહે- કલ્લુરામ પાસીના મકાનમાં, લક્ષ્મીનગર, ગણેશનગર, પાંડેસરા)ની પૂછપરછ કરતાં તે બદકામના ઇરાદે બાળકીને લઇ ગયાનું બહાર આવ્યું હતું.મોડે સુધી લોકોની આવન જાવન અને પછી બાળકી સૂઇ જતાં પ્રદીપ ગભરાયો સીસી કેમેરામાં બાળકીને લઇ જતાં દેખાયેલા યુવકની ઓળખ માટે પોલીસે ભારે કવાયત કરી હતી. એ યુવક સ્થાનિક હોવાનું તેની હીલચાલ પરથી લાગ્યું હતું. સીસી કેમેરા ફૂટેજ થકી જે માહિતી મળી એના આધારે ડઝનબંધ યુવકોને ઉપાડી પૂછપરછ કરાઇ હતી. જેમાં એ યુવક પારસ મીલમાં કામ કરતો હોવાની શક્યતાં બહાર આવી હતી. ત્યારબાદ પોલીસે પારસ મીલનાં લેબર કોન્ટ્રાકટર તથા ખાતા ઇન્ચાર્જની તપાસ કરવા માંડી હતી. આ કવાયતમાં એ યુવક સલમાનનો મિત્ર છે એનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે સલમાનને ઉપાડ્યો અને એ યુવકની ઓળખ પ્રદીપ તરીકે કરી હતી. સલમાન પાસે મોબાઇલ નંબર પણ મળતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી પગેરૂ દાબતા પ્રદીપ પાલ સુધી પહોંચી ગઇ હતી. ૫ અધિકારી, ૫૦ કર્મચારીનું ૩ કિલોમીટર એરિયામાં ૧૧ કલાક સુધી સર્ચ ઓપરેશન છ વર્ષની બાળકી લાપતા થયાની ફરિયાદ મળતા પાંડેસરા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. સાંજનો સમય હોવાથી પોલીસે મામલાને વધુ ગંભીરતાંથી લીધો હતો. શાસ્ત્રી નગર આસપાસના સીસી કેમેરા ચેક કરાયા તો પચ્ચીસેક વર્ષ ઉંમરનો યુવક બાળકીને લઇ જતો દેખાયો હતો. હવે સ્થિતિ ગંભીર બની હતી. નાની અમથી ભૂલ કે ઢીલ બાળકી માટે જાેખમરૂપ સાબિત થાય એમ હતી. આથી એસીપી દેસાઈ અને પીઆઇ જાડેજાએ પોલીસ સ્ટેશનમાં હતાં એ તમામ અધિકારી, કર્મચારીઓને એકઠાં કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પાંચ અધિકારી અને પચાસથી વધુ કર્મચારીઓએ ૧૧ કલાક સુધી ત્રણ કિલોમીટર સુધીનો વિસ્તાર ફેંદી નાંખ્યો હતો. જેમાં સવારે પાંચેક વાગ્યે બાળકીને સહીસલામત શોધી કાઢવામાં આવી હતી. કુરકુરે અને વેફરનાં પેકેટની લાલચે માસૂમ બાળકીને લઇ જવાઇ હતી બિહારનાં ઔરંગાબાદ જિલ્લાનો વતની પ્રદીપ પાલ મંગળવારે સાંજે રખડતાં ભટકતાં શાસ્ત્રી નગરમાં પહોંચી ગયો હતો. તેણે આ બાળકીને રમતી જાેઇ હતી. દાનત બગડતાં પ્રદીપે તેણીને કુરકુરે અને વેફરનાં પેકેટ આપ્યાં હતાં. બાળકી હોંશે હોંશે તે ખાવા માંડી એટલે પ્રદીપે તેને ઓર ચાહીએ એમ પૂછ્યું હતું. અબુધ બાળાએ હા પાડી એટલે ચલ મેરે સાથ એમ કહી પ્રદીપ તેને લઇ ગયો હતો. થોડા અંતરે જઇ તેણે આ બાળકીને તેડી લીધી હતી. વેફર કુરકુરે ખાવામાં મગ્ન બાળકી સાથે વાત કરતાં કરતાં પ્રદીપ સીઇટીપી પ્લાન્ટ તરફ જવા માંડ્યો હતો. સીઇટીપી પ્લાન્ટ પાસે ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટના વોચમેને તેને જાેયો પણ હતો. જાે કે, બાળકી સારી રીતે વાત કરી રહી હોય તેને શંકા ગઇ ન હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1980   |  
લંડન ભણવાનું અને કામની લાલચ આપી મહિલા સાથે ૪૦.૪૮ લાખની છેતરપિંડી

ટેકનોલોજીનો વ્યાપ વધતા સાયબર ક્રાઇમ ગઠિયાઓ પણ છેતરપિંડી માટે અવનવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી રહ્યા છે. ગઠિયાએ સોશિયલ મીડિયા મારફતે બેંકમાં સ્પે. આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા મહિલાનો સંપર્ક કરીને મકાન ખરીદવાના બહાને રૂપિયા ૪૦ લાખ ૪૮ હજાર પડાવી લીધા છે. મહિલાના પિતરાઈ ભાઇ સાથે લંડનમાં અભ્યાસ કરતો હોવાની ઓળખ આપીને ગઠિયાએ મહિલાને વિશ્વાસમાં લીધા હતા. મણિનગર વિસ્તારમાં રહેતી મહિલા ૧૦મી ફેબ્રુઆરીએ નોકરી પર હાજર હતા તે દરમિયાન સોશિયલ મીડિયા મારફતે અભિનવ પરાતે નામના વ્યક્તિ તરીકેની ઓળખ આપીને એક યુવકે તેમનો સંપર્ક કર્યો હતો. જે ફરિયાદીના પિતરાઈ ભાઇ સાથે લંડનમાં અભ્યાસ કરે છે, મુંબઈનો રહેવાસી છે અને હાલમાં લંડનમાં ગાડીના શો રૂમમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. વાતચીત દરમિયાન ગઠિયાએ તેને ઇન્ડિયામાં મકાન ખરીદવું છે, અને બિઝનેસ પણ શરૂ કરવાનો હોવાથી મકાનની જરૂરિયાત હોવાની વાત કરી હતી. બીજી તરફ મહિલાને પણ મકાન વેચવું હોવાથી તેણે ગઠિયાને જાણ કરતા ગઠિયાએ ૨ કરોડમાં મકાન ખરીદવાની તૈયારી દર્શાવી હતી. ગઠિયાએ મહિલાને ૨જી માર્ચના દિવસે લંડનથી મુંબઈ આવતો હોવાનું કહીને ટિકિટ પણ મોકલી આપી હતી. જાે કે તેણે એમ પણ કહ્યું હતું કે તેને ઇન્ડિયામાં બેંક એકાઉન્ટ નથી, તેની પાસે યુ એસ ડોલર છે, જે એક્સચેન્જ કરવા પડશે, જે બાબતનો કરન્સી એક્સચેન્જ લેટર, ઇન્કમટેક્સ વિભાગનો લેટર, વિઝા એપ્લિકેશન ફોર્મ અને પાસપોર્ટની વિગતો પણ મહિલાને મોકલી આપી હતી. એનજીએસટી સર્ટિફિકેટ મોકલી આપીને રૂપિયા ૮૦ લાખ જીએસટી ભર્યા બાદ મકાનની કિંમત આપી શકશે તેમ જણાવ્યું હતું. જે રકમ હાલ મહિલાને આપવા માટેનું કહેતા મહિલાએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા ૪૦ લાખ ૪૮ હજાર મોકલી આપ્યા હતા. જેની જાણ મહિલાના પતિને ના થાય તે માટે તેણે ચેટ પણ ડિલીટ કરી દીધી હતી. જાે કે તેની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા તેમણે સમગ્ર ઘટનાની જાણ સાયબર ક્રાઇમને કરી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1980   |  
અમદાવાદમાં આઇપીએલની મેચ દરમિયાન મેટ્રો ટ્રેન મોડે સુધી દોડશે

અમદાવાદમાં આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) મેચ દરમિયાન મેટ્રો ટ્રેન રાત્રે મોડે સુધી દોડાવવામાં આવશે. અમદાવાદમાં આઇપીએલમાં ગુજરાતની મેચોનું આયોજન કરવામાં આવેલું છે. આ બધી મેચ દરમિયાન આઇપીએલ દરમિયાન રાત્રે સાડા બાર વાગ્યા સુધી ટ્રેન દોડાવવામાં આવશે. આ ઉપરાંત રાત્રે ૫૦ રૂપિયાની પેપર ટિકિટ પણ ચલાવવાની છૂટ આપવામાં આવી છે. અમદાવાદમાં આઇપીએલની સાત મેચ રમાવવાની છે. તેને લઈને તંત્ર દ્વારા લોકોની સલામતીથી લઈને પરિવહન સુધી વ્યાપક પાયા પર આયોજન કરવામાં આવ્યું છે. તેમાનું એક આયોજન જન પરિવહનનું પણ છે. લોકો મેચ સુધીના સ્થળે ઝડપથી પહોંચી જાય તે માટે સાંજના સમયે પણ ફ્રીકવન્સી વધારવામાં આવી શકે છે. આના કારણે સ્ટેડિયમમાં લોકો ઝડપથી પહોંચી પણ શકશે અને નીકળી પણ શકશે. આના કારણે અમદાવાદીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચોનો આનંદ માણી શકશે. જાે કે અમદાવાદ મેટ્રોનું આ ટાઇમિંગ ફક્ત મેચના દિવસ પૂરતું જ છે. બાકીના સમયગાળા માટે તો અમદાવાદ મેટ્રો નિયમિત રીતે ચાલશે. તેથી રોજિંદા મેટ્રો પ્રવાસીઓએ ખાસ નોંધ લેવી. ટ્રેન દરરોજે કંઈ રાત્રે સાડા બાર સુધી નહીં ચાલે. દરોજે તો તો નિયમિત રીતે ચાલે છે તે રીતે જ ચાલશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 2277   |  
ગુજરાતમાં આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ : કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર થયા બાદ લાગુ થયેલી આદર્શ આચારસંહિતાના શાસક પક્ષ દ્વારા થઈ રહેલા ગંભીર અને વ્યાપક ઉલ્લંઘનો અંગે ચિંતાજનક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. હેમાંગ રાવલે જણાવ્યું હતું કે ભારતના બંધારણના અનુચ્છેદ ૨૪૩(ડ) અને ૨૪૩(વક) મુજબ રાજ્ય ચૂંટણી આયોગને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવાની સંવિધાનિક જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચારસંહિતા લાગુ પડે છે અને તે દરમિયાન સરકાર, શાસક પક્ષ અથવા જાહેર સંસ્થાઓ દ્વારા કોઈપણ પ્રકારનો રાજકીય પ્રચાર કે લાભ મેળવવાનો પ્રયાસ કાયદેસર રીતે પ્રતિબંધિત છે. છતાંય રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મળતી માહિતી દર્શાવે છે કે આ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ચૂંટણી પંચની મુખ્ય જવાબદારી માત્ર આચારસંહિતા જાહેર કરવાની નથી, પરંતુ તેના કડક અને તાત્કાલિક અમલને સુનિશ્ચિત કરવાની છે. રાજ્ય ચૂંટણી આયોગે તમામ સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપવું અને તેની અસરકારક દેખરેખ રાખવી આવશ્યક છે. જાે આચારસંહિતાના ભંગની ઘટનાઓ સામે સમયસર કાર્યવાહી ન થાય, તો ચૂંટણીની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થાય છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
03, એપ્રીલ 2026 1782   |  
ઇજાગ્રસ્ત થયેલા વાહનચાલકનું સાત દિવસની સારવાર બાદ મોત

શહેરના એસ.જી. હાઈવે પર પકવાન ઓવર બ્રિજ પર ગત ૨૭મી માર્ચના રોજ હિટ એન્ડ રનના કેમસાં ઘાયલ કમલેશ પાણખાણિયાનું મોત થયું છે.. સાત દિવસની સારવાર બાદ તેનું કરૂણ મોત નિપજ્યું હતું..વાઈરલ થયેલા અકસ્માતના વીડિયોએ સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાવી દીધી હતી. જાેકે, પોલીસે આ મામલે કારચાલકની ધરપકડ કરી હતી. પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં રહેતા ૪૭ વર્ષીય કમલેશભાઈ પાણખાણિયા ગત ૨૭મી માર્ચના રોજ પકવાન ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન થલતેજથી સરખેજ તરફ જઈ રહેલી એક પૂરઝડપે આવતી કારે તેના બાઈકને જાેરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આખું બાઈક કારના આગળના ભાગમાં ફસાઈ ગયું હતું. કારચાલકે ગાડી ઉભી રાખવાને બદલે, ફસાયેલા બાઈક સાથે જ કારને હંકારી મૂકી હતી અને બાઈકને ઢસડતી હાલતમાં જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં કમલેશભાઈને શરીરના અનેક ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને છાતી, કમર, માથું અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા સાત દિવસથી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આજે (ત્રીજી એપ્રિલ)ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હિટ એન્ડ રનની આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી. પોલીસે આ મામલે ૩૧ વર્ષીય રોહન રશ્મિકાંત પટેલની ધરપકડ કરી હતી. રોહન પટેલ થલતેજના સુરધારા સર્કલ નજીક મણિચંદ્ર સોસાયટીનો રહેવાસી છે અને મેટલ ટ્રેડિંગ (ધાતુના વેપાર) ના વ્યવસાય સાથે સંકળાયેલો છે.