નિઝામપુરાની સોસાયટીમાં ‘પાણી નહીં તો વૉટ નહીં’ના બેનરો લાગ્યાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026  |   વડોદરા   |   2574

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે વોર્ડ નંબર-૧ નિઝામપુરા વિસ્તારમાં પાણી પ્રશ્ને વિરોધનો સૂર ઉઠ્યો છે. આ વિસ્તારમાં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની સોસાયટીઓના રહીશોએ પાણીની ગંભીર સમસ્યાનું અનેક રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહી આવતા બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો છે. સોસાયટીની જ્યાં સુધી પાણી નહીં, ત્યાં સુધી વોટ નહીં.ના બેનરો લગાવીને વિરોધ કરીને નોટામાં મતદાન કરવાની ચીમકી આપી હતી.

નિઝામપુરા વિસ્તારમાં આવેલી આ સોસાયટીના રહીશે રોષ વ્યક્ત કરતા કહ્યું હતુ કે, જ્યારે અમને પ્રાથમિક સુવિધા ગટર, પાણી અને રોડ-રસ્તા મળવા જાેઈએ. છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનુ શાસનમાં હોવા છતાં પ્રાથમિક જરૂરિયાત એવા પીવાના પાણીની સમસ્યા છે. સ્થાનિક કોર્પોરેટર, પૂર્વ મેયર સહિતને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.

આક્રોશ સાથે રહીશોએ એમપણ જણાવ્યું હતુ કે, વર્તમાન ધારાસભ્ય કેયુર રોકડિયા જ્યારે ૨૦૨૨માં મેયર હતા, ત્યારે પણ અમે રજૂઆત કરી હતી. તે સમયે પણ આશ્વાસન આપ્યું હતું, છતાં આજે પણ પાણીની સમસ્યા યથાવત છે. જાે આ ચૂંટણીમાં કોઈ નિષ્ઠાવાન વ્યક્તિ ઉમેદવાર તરીકે નહીં હોય, તો અમે નોટા’માં મતદાન કરીશું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution