પ્રવાસની ૩૦ મિનિટ પહેલાં બોર્ડિંગ પૉઇન્ટ બદલી શકાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, એપ્રીલ 2026  |   1980

રેલવે મુસાફરોને રાહત આપતા એક સારા સમાચાર છે. હવે તમે તમારી ટ્રેન ઉપડવાના સમય પહેલાં જ તમારા પ્રવાસના આયોજનમાં ફેરફાર કરી શકો છો. આ સુવિધા માટે ભારતીય રેલવેએ ૧ એપ્રિલ, ૨૦૨૬થી અમલમાં આવતા બોર્ડિંગ પોઇન્ટ બદલવાના નિયમોને સરળ બનાવ્યા છે. જેનો સીધો લાભ લાખો મુસાફરોને થશે.

મુસાફરો હવે ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાનના માત્ર ૩૦ મિનિટ પહેલાં સુધી તેમની ટ્રેનનું બોર્ડિંગ સ્ટેશન બદલી શકે છે. પહેલાં આ સમય મર્યાદા નોંધપાત્ર રીતે લાંબી હતી. જેના કારણે ઘણીવાર મુસાફરોને અસુવિધા થતી હતી. તમે આઇઆરસીટીસી વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા અથવા રેલવે રિઝર્વેશન કાઉન્ટર દ્વારા સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકો છો. નવું બોર્ડિંગ પોઇન્ટ હવે બીજા રિઝર્વેશન ચાર્ટમાં અપડેટ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે ટ્રેન પ્રસ્થાન પહેલાં તરત જ ફેરફારો શક્ય બનશે. આ એવા મુસાફરો માટે ફાયદાકારક સાબિત થશે જેના પ્લાનમાં અચાનક છેલ્લી ઘડીએ ફેરફાર થાય છે.આ સુવિધા ફક્ત કન્ફર્મ્ડ થવા આરએસી (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) ટિકિટ ધરાવતા મુસાફરો માટે જ ઉપલબ્ધ છે. તે વેઇટિંગ લિસ્ટ ટિકિટ પર લાગુ પડતી નથી. એક મુખ્ય શરત એ છે કે બોર્ડિંગ પોઈન્ટ ફક્ત એક જ વાર બદલી શકાય છે. વધુમાં આ વિનંતી બીજા રિઝર્વેશન ચાર્ટ તૈયાર થાય તે પહેલાં સબમિટ કરવી જરૂરી છે.હવે, જાે કોઈ મુસાફર પ્રસ્થાનના ૨૪ થી ૭૨ કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરે છે, તો તેને ભાડાની રકમનો ૨૫% રકમ ગુમાવવી પડશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution