લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026 |
વડોદરા |
1980
વડોદરા શહેર વાડી- વિધાનસભા વિસ્તારમાં અજીત દધીચના ધારાસભ્ય સમાન પ્રભુત્વી આડઅસરની ભાજપા વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા વચ્ચે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયા જેવા વરીષ્ઠ નેતાને પણટિકીટની ભલામણ માટે અજીત દધીચને મળવુ પડે છે. વોર્ડ નં-૬માં શિક્ષણ સમિતીના ઉપાદ્યક્ષ અંજનાબેન ઠક્કરને ટીકીટ અપાવવા માટે જિતેન્દ્ર સુખડિયા અજીત દધીચના ધરે પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. હનુમાનજીની પુજામાં હાજરીના નામે ટીકીટનું લોબીંગ કરાયુ હોવાની ચર્ચા પણ ભાજપા વર્તુળોમાં થઈ રહી છે.
મંત્રી અને ધારાસભ્ય મનિષાબેન વકિલની અનઉપસ્થિતીમાં શહેર-વાડી વિધાનસભામાં આવતા પાલિકાના વોર્ડના દાવેદારોએ બાયોડેટા સાથે પૂર્વ કાઉન્સિલર અજીત દધીચની ઓફીસમાં હાજરી લગાવી હોવાની ચર્ચાએ શહેર ભાજપમાં કુતુહલ ઉભૂ કર્યુ હતુ. શહેર વાડી વિધાનસભાનું સંપૂર્ણ નિયંત્રણ ધરાવતા અજિત દધીચની પાસે ભલામણો લઈને ગયેલા લોકોની સંખ્યા વધતા નિરીક્ષકોના આગમનની પૂર્વ સંધ્યાએ તેઓના કાર્યાલયમાં પાર્કિગ પણ ખૂટી પડ્યાની વાતો વહેતી થઈ છે.
જાેકે, શહેર વાડી વિધાનસભા વિસ્તારમાં અજિત દધીચના ધારાસભ્ય સમાન પ્રભુત્વની આડઅસર જાેવા મળી રહી છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયા જેવા વરીષ્ઠ નેતાને પણ ટીકીટની ભલામણ માટે અજિત દધીચને મળવુ પડે છે. તેવી ચર્ચા ભાજપા વર્તુળોમાં થઈ રહી છે.