લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026 |
વડોદરા |
2178
બરોડા ક્રિકેટ એસોસિયેશનની ખૂબ ચર્ચાસ્પદ બનેલી એપેક્ષ કમિટિની બેઠક એકાએક રદ કરવામા આવતાં બીસીએના સભ્યો અને ક્રિકેટ વર્તુળમાં આ બાબત ચર્ચાનો વિષય બની છેેં,મજાની વાત તો એ છે કે, રદ કરાયેલી બેઠક માટે એવું કારણ દર્શાવાયું છે કે,પ્રમુખની અનએવેલીબીલીટીના લીધે બેઠક શુક્રવારે યોજાવાની નથી.
આ અંગેનો મેલ પ્રમુખ સહિત બીસીએની એપેક્ષ કમિટિના ૧૧ સભ્યોને મોકલવામાં આવ્યો હતો.જાે કે બીસીએની એપેક્ષ કમિટિના સભ્ય કલ્યાણ હરિભકિત-મંગલા બાબરે ગૂરુવારે બેઠકના આયોજન સામે વાંધો ઉઠાવી આયોજનના કાનૂની ભય સ્થાનો દર્શાવી તાકિદ કરતો મેલ પણ કર્યો હતો.બરોડા ક્રિકેટ એસોસિએશનની ખૂબ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બની રહેલી એપેક્ષ કમિટીની બેઠક એકાએક રદ્દ કરાતા બીસીએ આલમમાં ખળભળાટ મચી ગયો છે.ખાસ વાત એ છે કે બેઠક માટે અગાઉથી એજન્ડા મોકલવામાં આવ્યો હતો અને તેમાં મહત્વના ખર્ચા તેમજ નાણાકીય મંજૂરીઓ જેવા મુદ્દાઓ સમાવેશ કરાયો હતો.ખાનગી સૂત્રો મુજબ બેઠક પહેલા પ્રમુખ સહિતના હોદેદારો અને એપેક્ષ સભ્યો સાથે લંચ કર્યો હતો.જાે કે આ લંચમાં રોયલ-સત્યમેવ જયતેના જૂથના એપેક્ષ સભ્યો ન હતા.
ત્યારબાદ બપોરે અંદાજે ૩ વાગ્યે સભ્યોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી કે,પ્રમુખની ગેરહાજરીને કારણે આજની બેઠક યોજાશે નહીં. આ અચાનક લેવામાં આવેલા ર્નિણયને કારણે સભ્યોમાં આશ્ચર્ય ફેલાયું હતું.સૂત્રો જણાવે છે કે બેઠકના એજન્ડામાં મોટા ખર્ચા મંજૂર કરવા સહિતના ર્નિણયો લેવામાં આવવાના હતા, જેના કારણે પહેલેથી જ આ બેઠક ચર્ચામાં રહી હતી. હવે બેઠક રદ્દ થતા કેટલાક સભ્યોમાં અસંતોષ પણ જાેવામાં આવી રહ્યો છે અને ર્નિણય પાછળના કારણો અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. બીસીએના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે,પ્રમુખને કોઈ જાતની ઇમરજન્સી આવી જતાં બેઠક નહી યોજવા નિર્ણય લેવાયો હતો.