ક્રાઈમ વોચ સમાચાર

 • રાષ્ટ્રીય

  ઉત્તરપ્રદેશ: ચિત્રકૂટ જેલમાં બે જૂથ વચ્ચે ફાયરિંગઃ 2ની હત્યા, ગેંગસ્ટર ઢેર

  ચિત્રકૂટ-ઉત્તર પ્રદેશની ચિત્રકૂટ જેલમાં ફાયરિંગની ઘટના બની છે. જાણવા મળ્યા મુજબ જેલમાં બે જૂથ વચ્ચે ફાયરિંગ થયું હતું અને જેલની અંદર જ ૨ બદમાશોની હત્યા કરવામાં આવી છે. માર્યો ગયેલો એક બદમાશ બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીનો ખાસ માણસ હતો. હત્યા કરનારો ગેંગસ્ટર જેલ પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. જાણવા મળ્યા મુજબ તાજેતરમાં જ સુલ્તાનપુર જેલમાંથી ચિત્રકૂટ જેલમાં શિફ્ટ કરવામાં આવેલા પૂર્વાંચલના મોટા ગેંગસ્ટર અંશુ દીક્ષિતે શુક્રવારે બપોરના સમયે ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ચિત્રકૂટ જેલમાં બંધ મુકીમ કાલા અને મેરાજની હત્યા થયાનું બહાર આવ્યું છે. મુકીમ કાલા પશ્ચિમી ઉત્તર પ્રદેશનો ઈનામી ગેંગસ્ટર હતો. જ્યારે મેરાજ બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીનો ખાસ માણસ હતો. મુન્ના બજરંગીની હત્યા બાદ મેરાજ બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીનો ખાસ માણસ બની ગયો હતો. જેલમાં ફાયરિંગની ઘટના બાદ પ્રશાસનના ટોચના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન અંશુ દીક્ષિત અને પોલીસ ટીમ વચ્ચે પણ ફાયરિંગ થયાનું જાણવા મળ્યું છે જેમાં અંશુ માર્યો ગયો છે. ચિત્રકૂટ પ્રશાસનના કહેવા પ્રમાણે અંશુ દીક્ષિતે મુકીમ કાલા અને મેરાજ અલીની હત્યા બાદ ૫ કેદીઓને બંધક બનાવી લીધા હતા. આ દરમિયાન જેલ પ્રશાસને અંશુને કેદીઓને છોડી મુકવા વિનંતી કરી હતી પરંતુ અંશુ નહોતો માન્યો. બાદમાં પોલીસ અને અંશુ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં અંશુ માર્યો ગયો છે અને હાલ જેલમાં ચેકિંગ ચાલી રહ્યું છે.મેરાજ મુન્ના બજરંગીની ગેંગનો સક્રિય સદસ્ય ગણાતો હતો. ગત ૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ જૈતપુરા થાણામાં મેરાજ વિરૂદ્ધ હથિયારોના લાઈસન્સના નવીનીકરણમાં ગોલમાલ કરવા મામલે કેસ નોંધાયો હતો. મેરાજ પહેલા ફરાર થયો હતો અને બાદમાં તેણે વારાણસી થાણામાં આત્મ સમર્પણ કરી દીધું હતું.
  વધુ વાંચો
 • ક્રાઈમ વોચ

  આસામ: તિનસુકિયામાં જિલ્લામાં ફરી એકવાર થયો ગ્રેનેડ વિસ્ફોટ, 1નું મોત, 2 ઘાયલ

  આસામ-આસામના તિનસુકિયા જિલ્લામાં ફરી એકવાર ગ્રેનેડ વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં 1 વ્યક્તિનાં મોત થયું છે જયારે 2 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ તિનસુકિયાના તિંગરાઈ માર્કેટમાં થયો છે. આ અગાઉ 11 મેના રોજ આસામના તિનસુકિયામાં ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. જેમાં 12 વર્ષના છોકરાનું મોત થયું હતું. તિનસુકિયા પોલીસ અધિક્ષક વૈભવ નિમ્બાલકરે કહ્યું હતું કે રસ્તા પર પડેલો ગ્રેનેડ એ સમયે અચાનક બ્લાસ્ટ થયો, જયારે સુજોય હાજોગ જગુન પોલીસ સ્ટેશન હેઠળ આવતા હાજોગ ગામમાં પોતાની સાઈકલ ચલાવી રહ્યો હતો. હાજોગને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અધિકારીએ કહ્યું કે અમને હજી સુધી ખબર નથી કે ત્યાં ગ્રેનેડ કેવી રીતે પડ્યો હતો. અમે તપાસ શરૂ કરી દીધી છે અને અમે તેના વિશે ટૂંક સમયમાં જાણ કરીશું. શક્ય તેટલું વહેલી તકે ગુનેગારને પકડીશું.
  વધુ વાંચો
 • ક્રાઈમ વોચ

  મુઝફફરનગર: કોરોના દર્દીનું મોત થતા હંગામો, હવામાં ફાયરીંગ

  મુઝફફરનગર-અહીંની કોવિડ હોસ્પિટલમાં કોરોના સંક્રમિતનું મોત થઇ જતા પરિવારજનોએ સારવારમાં લાપરવાહીનો આરોપ લગાવીને હંગામો કર્યો હતો. આ દરમિયાન ફાયરીંગ પણ થયું હતુ. આ હોસ્પિટલમાં બુધવારે 85 વર્ષીય નરેન્દ્ર ગુપ્તાને કોરોનાને લઇને દાખલ કરાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું હતુ. આ મામલે પરિવારજનોએ લાપરવાહીનો આરોપ લગાવી હંગામો કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરતા પહેલા બે લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જેનો હિસાબ સ્ટાફે તેમની સાથે મારામારી કરી હતી. પરિવારજનોનો આરોપ છે કે ડોકટર ડી.કે. સૈનીના ભાઇએ પરિવારજનો પર ફાયરીંગ કર્યુ હતું જોકે કોઇને ઇજા નહોતી થઇ. આ કિસ્સામાં પોલીસે મૃતકના પરિવારજનોને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.
  વધુ વાંચો
 • ક્રાઈમ વોચ

   CM રૂપાણીની સ્પીચમાં એડિટિંગ કરી તે વીડિયો વાયરલ કરનારા આરોપીની ધરપકડ

  વડોદરા- તાજેતરમાં મુખ્યપ્રધાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં તેઓ મેકડોનાલ્ડની કોઈક વાનગી ઉપર વાત કરતા હોય છે. જોકે, મુખ્યપ્રધાનની આ સ્પીચ વડોદરાના એક આરોપી પ્રદીપ કહારે એડિટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. વડોદરા ક્રાઈમબ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી હતી.પોલીસને સોશિયલ મીડિયાના માધ્યમથી જ જાણવા મળ્યું હતું કે, પ્રદીપ ભોળાનાથ કહારે તેના સોશિયલ મીડિયા આઈડી ડીજે એડી તેમજ ડીજેએડી ઓફિશિયલ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અસલ સ્પીચના કેટલા અંશોનો ઉપયોગ કરી તેમનાં પદ અને પ્રતિષ્ઠાને નુકસાન કરવાના ઈરાદાથી ઈલેક્ટ્રોનિક્સ દસ્તાવેજો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. પોલીસે આરોપી પ્રદીપ કહાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આરોપી પ્રદિપ ડીજેનો વ્યવસાય કરે છે. જ્યારે તેને પ્રસિદ્ધ મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું. આ સાથે જ અન્ય નેતાઓની મજાક ઉડાવતા વીડિયો પોસ્ટ કર્યા હતા.
  વધુ વાંચો