અમદાવાદ,

ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવતા, હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે અમિત ચાવડા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદે યથાવત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પક્ષ દ્વારા અન્ય ત્રણ જિલ્લામાં પ્રમુખ પદની વરણી કરવામાં આવી છે, જે અંતર્ગત આણંદ જિલ્લામાં પક્ષના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ પરમાર, સુરત જિલ્લાના પ્રમુખપદે આણંદ ચૌધરી જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ પદે યાસીન ગજનની નિમણૂંક કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવતા, હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે અમિત ચાવડા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદે યથાવત રાખવામાં આવ્યા છે.