ગાંધીનગર,

ગુજરાતમાં કોરોના સંક્રમણ ગંભીર રીતે આગળ વધી રહ્યું છે. ગુવારે દૈનિક કેસની સંખ્યા ૧૬૧ સુધી પહોંચી ચૂકી છે અને રાયના આરોગ્ય વિભાગનો અંદાજ છે કે આવતા સાહ સુધીમાં દૈનિક કેસની સંખ્યા ૧૦૦૦ના આંકડાને ક્રોસ કરી શકે છે ત્યારે સરકારે સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાના નિયમોને વધારે કડક બનાવે તેવી સંભાવના છે.રાજ્યમાં અમદાવાદ પછી સુરત અને વડોદરામાં રોકેટ ગતિએ કેસ વધતાં જાય છે ત્યારે આરોગ્ય અને પોલીસ વિભાગને વધુ સાવચેત રહેવા મુખ્યમંત્રી કક્ષાએ આદેશ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં માસ્ક નહીં પહેરનાર વ્યકિતએ હવે ૫૦૦ કે ૧૦૦૦ પિયા દંડ ચૂકવવો પડશે, જ્યારે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન નહીં કરનારા દુકાનધારકને દડં અને સજાની જોગવાઇ કરવામાં આવી શકે છે.મુખ્યમંત્રી કચેરીના સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો ઓછા નહીં થાય તો સરકાર સોશ્યલ ડિસ્ટન્સીંગ અને ફરજીયાત માસ્ક માટે પોલીસ સાથે સ્થાનિક સ્વરાયની સંસ્થાઓને કડક પગલાં લેવાની સૂચના આપી શકે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ એવો ઇશારો કર્યેા છે કે લોકોએ બહાર નિકળતી વખતે માસ્ક અવશ્ય પહેરવો જોઇએ તેમજ ખરીદી કરતી વખતે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું જોઇએ

ગુજરાતમાં માસ્ક નહીં પહેરનાર વ્યકિત પાસેથી માત્ર ૨૦૦ રૂપિયા દડં વસૂલ કરવામાં આવે છે. દેશના કેરાલામાં તો માસ્ક નહીં પહેરનાર વ્યકિતને ભારે દડં ચૂકવવો પડે છે અને જો તે વ્યકિત બીજી વખત પકડાય તો તેને જેલની સજાની જોગવાઇ છે. ગુજરાતમાં પણ માસ્કના દંડની રકમ વધારવા માટે સરકારને ભલામણ કરવામાં આવી છે. રાજ્યમાં માસ્ક નહીં પહેરનાર વ્યકિતએ હવે ૫૦૦ કે ૧૦૦૦ પિયા દંડ ચૂકવવો પડશે, જ્યારે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન નહીં કરનારા દુકાનધારકને દડં અને સજાની જોગવાઇ કરવામાં આવી શકે છે.