ભાવનગર-

ગુજરાત રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. જુલાઇ માહિનામાં ગુજરાતમાં અધધ કેસ સામે આવી રહ્યા છે. તેમાં પણ ખાસ નોધનીય બાબત છે કે, જિલ્લા કક્ષાએ હવે કોરોના વકરી રહ્યો છે. રાજ્યમાં દરેક જીલ્લામાં કોરોનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ ભાવનગર ખાતે એક સાથે નવા 13 કેસ નોધાતા સ્થાનિક લેવલે તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ભાવનગર ખાતે બે મહિલા અને 11 પુરૂષોના કોરોના રિપોર્ટ પોઝિટિવ નોધાયા હતા. જેમાં ગાઢેચી વડલા, નવી પોલીસ લાઇન વિદ્યાનગર, ઘોઘા સર્કલ, શાંતિનગર, વિજય રાજનગર, રૂપણી સર્કલ, શાસ્ત્રીનગર સહિત શહેરના અનેક વિસ્તારમાં કેસ નોધાયા છે. 

આ સાથે ભાવનગરમાં કુલ આંક 261 પર પહોંચ્યો છે. ભાવનગર જિલ્લામાં કોરોનાના કારણે વધુ એકનું મોત થયું છે. મહુવાના ગોરસના 60 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત થયું છે. કોવિડ કેરમાં 9 જુલાઈએ દાખલ કરાયા હતા. કોરોના સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. જે સાથે જીલ્લામાં કુલ મૃત્યુ આંક 14 પર પહોંચ્યો છે.