ભાજપના ધારાસભ્ય જીતુ સુખડિયાના પુત્રની ગેસ એજન્સી હેપ્પી હોમ્સમાં પોલીસે 11 મહિનામાં બીજીવાર દરોડો પાડી ગેસ રિફિલિંગ કૌભાંડને ઝડપી પાડ્યું છે

વર્ષ 2019ના સપ્ટેમ્બરમાં પુરવઠા વિભાગની ટીમે ધારાસભ્ય સુખડીયાના પુત્ર હિરેનની નિઝામપુરાની ગેસ એજન્સીના કર્મચારીઓને સમા જલારામ મંદિર પાસે ગેસના બોટલમાં રિફીલિંગ કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા તે સમયે બંને કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને સંચાલક હિરેનને જિલ્લા પુરવઠા તંત્રે શો કોઝ નોટિસ આપી સંતોષ માન્યો હતો