દિલ્હી:

પેટ્રોલ  અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલના ભાવ 25 પૈસા વધ્યા છે અને ડીઝલના ભાવ 21 પૈસા વધ્યા છે.

આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 80.83 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે અને ડીઝલની કિંમત 80.40 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડા દિવસોથી સતત વધારો થઇ રહી રહ્યો છે. બુધવારે તો ડીઝલ પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું થઇ ગયું હતું.

જોકે એવા સમાચાર છે કે તમે ક્યારેય વિચાર્યું નહી હોય, જી હાં ડીઝલ પેટ્રોલ કરતાં મોંઘુ હતું. ઇતિહાસમાં આ પહેલો મોકો હતો, જ્યારે એક લીટર ડીઝલની કિંમત પેટ્રોલ કરતાં વધુ થઇ ગઇ હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) ને કિંમતમાં વધારો કરી દીધો હતો. કંપનીએ પેટ્રોલની કિંમતમાં તો કોઇ ફેરફાર કર્યો ન હતો પરંતુ ડીઝલના ભાવ 48 પૈસા વધારી દીધા હતા. બુધવારે વધારા બાદ દિલ્હીમાં એક લીટર ડીઝલની કિંમત 79.88 રૂપિયા હતી, જ્યારે પેટ્રોલની કિંમત 79.76 રૂપિયા પ્રતિ લીટર હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ ગત 15 દિવસથી ક્રૂડ ઓઇલની કિંમત 35-40 ડોલર પ્રતિ બેરલ વચ્ચે છે. તો બીજી તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત ઝડપથી તેજી જોવા મળી છે.