એસ્ટ્રોલોજી સમાચાર

 • રાષ્ટ્રીય

  આજે વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત રહેશે! જાણો કારણ

  લોકસત્તા ડેસ્ક 21 ડિસેમ્બરે એટલે આજે વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને વર્ષની સૌથી લાંબી રાત રહેશે. પૃથ્વીની સૌથી નજીક હોવાને કારણે સૂર્યની હાજરી ફક્ત આઠ કલાક જ રહે છે, ત્યારબાદ વર્ષની સૌથી લાંબી રાત 16 કલાક હોય છે. આ દિવસે સૂર્ય ઉત્તરાયણથી દક્ષિણનાયન તરફ, કર્ક રાશિથી લઈને મકર રાશિના જાતક તરફ જાય છે. તેને વિન્ટર સોલસ્ટાઇસ કહેવામાં આવે છે. શિયાળુ અયનકાળ શું છે શિયાળુ અયનકાળ એટલે કે દર વર્ષે 21 ડિસેમ્બર એ વર્ષનો સૌથી ટૂંકા દિવસ હોય છે. તેનું કારણ એ છે કે આ દિવસે, ચંદ્રનો પ્રકાશ લાંબા સમય સુધી પૃથ્વી પર પડતો રહે છે. આજ દિવસથી ઠંડી વધે છે. આ દિવસે સૂર્ય પૃથ્વી પર ટૂંકા સમય માટે દેખાય છે. જ્યારે ચંદ્ર તેની ઠંડી કિરણો લાંબા સમયથી પૃથ્વી ઉપર ફેલાવે છે. સમર અયન ઉનાળાના અયનકાળમાં શિયાળુ અયનકાળની વિરુદ્ધ, 20 થી 23 જૂનની વચ્ચે પણ જોવા મળે છે. પછી દિવસ સૌથી લાંબો છે અને રાત સૌથી ટૂંકી છે, જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ દિવસ અને રાતનો સમય બરાબર હોય છે. મોટા દિવસની શરૂઆત 23 ડિસેમ્બરથી ઉત્તરી ગોળાર્ધમાં દિવસનો સમય વધે છે. જેના કારણે તે ઉત્તર ધ્રુવ ખાતે રાત બની જાય છે જ્યારે દક્ષિણ ધ્રુવ ખાતે 24 કલાક સૂર્ય ઝળકે છે. 25 ડિસેમ્બરથી, દિવસ મોટો થવાનું શરૂ થાય છે.
  વધુ વાંચો
 • એસ્ટ્રોલોજી

  ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓને ધ્યાન રાખવુ જોઇએ

  આ વર્ષે ૬ ગ્રહણ સર્જાવાના હતા જેમાં આવનાર દિવસોમાં 2 ગ્રહણ સર્જાવાના છે જેમાંથી એક સુર્ય ગ્રહણ જે ૨૧ જુલાઇ તથા ચંદ્ર ગ્રહણ ૫ જુલાઇએ સર્જાવા દઇ રહ્યું છે. ગ્રહણ દરમ્યાન ગર્ભવતી મહિલાઓને ખાસ ધ્યાન રાખવાનુ વડિલો કહે છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન અનેક કાર્યો વર્જિત હોય છે. માનવામાં આવે છે કે, આ દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ખૂબ જ વધુ રહે છે. આથી, કેટલીક સાવધાનીઓ રાખવાની જરૂર પડે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયે વધુ કાળજી રાખવાની હોય છે. જેથી ગ્રહણનો ખરાબ પ્રભાવ ગર્ભમાં રહેલા બાળક પર ના પડી શકે.ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયે ભગવાનનું મનમાં ધ્યાન કરવું જોઈએ, મંત્ર જાપ કરવા જોઈએ. ગર્ભવતી મહિલાઓએ ઘરમાંથી બહાર પણ નીકળવું ના જોઈએ કારણ કે એવી માન્યતા છે કે, ગર્ભવતી મહિલાઓ જો ગ્રહણ જોઈ લે તો તેની અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. જેને કારણે બાળકનો શારીરિક અને માનસિક ખોડ-ખાપળ લઇને જન્મે છે.
  વધુ વાંચો
 • એસ્ટ્રોલોજી

  આવનાર દિવસોમાં ૧ સુર્ય ગ્રહણ તથા ૧ચંદ્ર ગ્રહણ સર્જાશે.

  ૨૦૨૦માં અનેક ખગોળીય ઘટના જોવા મળી છે.આ વર્ષે ૬ ગ્રહણન યોગ સર્જાયા છે આ મહિનાની 5 તારીખના રોજ ચંદ્ર ગ્રહણ સર્જાયુ હતુ હવે ૨૧ તારીખના રોજ સુર્ય ગ્રહણ અને 5 જુલાઇના રોજ ચંદ્ર ગ્રહણ સર્જાશે.જ્યોતીષ શાસ્ત્રની અનુસાર એક જ મહિનામાં ગ્રહણ ગંભીર બાબત છે, દુનિયા માટે તે ખતરનાક સાબિત થઇ શકે છે.આ ગ્રહોણોની વચ્ચે 25 જૂનના રોજ શુક્ર અને 29 જૂનના રોજ ગુરુ ગ્રહ માર્ગી થશે. 2 ગ્રહ માર્ગી થવાના કારણે તેની અસર ખાડે પડેલા ભારતીય અર્થતંત્ર પર ઘણી રાહત પહોંચાડી શકે છે. બંને ગ્રહો માર્ગી થવાથી આવનારા સમયમાં કોરાના નામની મહામારીની વિકટ પરિસ્થિતિમાં  થોડો ઘણો સુધારો જોવા મળશે.ઉલ્લેખનિય છે કે, જ્યોતિષોના અનુસાર માનવામાં આવે તો 30 દિવસના સમયમાં ત્રણ ગ્રહણ થવાનો સંયોગ હજારો વર્ષો બાદ બની રહ્યો છે. જેના કારણે સૃષ્ટિ ઉપર વિશ્વ યુદ્ધ, મહામારી અને પ્રકૃતિક આપદા જેવી ઘટનાઓ જોવા મળી શકે છે. 
  વધુ વાંચો

ટુંક સમય માં અપડેટ કરીશું.... રાહ જુઓ