શિક્ષણ સમાચાર

 • શિક્ષણ

  ગુજરાતમાં ફરીથી નીકળી સરકારી નોકરીમાં ભરતી, જાણો વિગતવાર

  અમદાવાદ-હાઈકોર્ટના વિવિધ પદો પર ભરતી નીકળી છે. જે અંતર્ગત કોર્ટે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ૨ અને ગુજરાત સ્ટેનોગ્રાફર ગ્રેડ ૧ ના પદ માટે વેકેન્સી કાઢી છે. આ અંતર્ગત કુલ ૧૦ પોસ્ટ પર ભરતી કરવામાં આવનાર છે. જેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફરના ૧ને અંગ્રેજી સ્ટેનોગ્રાફર માટે કુલ ૯ પદ માટે ભરતી કરવામાં આવનાર છે. તેમાં સામાન્ય ૩, એસટી ૩, એસઈબીસીના ૩ પદ પર નિયુક્ત કરવામાં આવશે. આવામાં ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સરકારી પોર્ટલ ojasgujaratgov.in પર જઈને ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. એપ્લિકેશનની પ્રોસેસ ગઈકાલથી એટલે કે ૨૦ એપ્રિલથી શરૂ થઈ ચૂકી છે. તો આ પોસ્ટ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ ૪ મે ૨૦૨૧ છે. ગુજરાત હાઈકોર્ટ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, યોગ્ય આવેદકોને અંગ્રેજી સ્ટેનોગ્રાફી ટેસ્ટ અને સ્કીલ ટેસ્ટ લિખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષા ૨૭ જૂન, ૨૦૨૧ ના રોજ લેવામાં આવશે. તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ટેસ્ટ અને સ્કીલ ટેસ્ટ ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ લેવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશન મજુબ, અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ગુજરાતી સ્ટેનોગ્રાફરના પદ પર ઓનલાઈન એપ્લિકેશન કરનારા ઉમેદવારોને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી ગ્રેજ્યુએટ થવુ જાેઈએ. આ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પ્રતિ મિનિટ ૧૦૦ શબ્દોની ગતિ/ગુજરાત ભાષામાં ૯૦ શબ્દ પ્રતિ મિનિટની સ્પીડ હોવી જાેઈએ. આ ઉપરાંત ઉમેદવારને કમ્પ્યૂટરનું પણ સામાન્ય નોલેજ હોવુ જાેઈએ. તો આ પદ પર આવેદન કરનારા ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જાેઈએ.
  વધુ વાંચો
 • શિક્ષણ

  ICMR બોર્ડે પણ ધો.10ની પરીક્ષા રદ કરી અને ધો.12ની સ્થગીત કરાઈ

   દિલ્હી-સીબીએસઈ પછી હવે આઈસીએસઈ બોર્ડ દ્વારા પણ ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. જયારે ધો.12ની બોર્ડ પરીક્ષા સ્થગીત કરી છે તે પછી લેવી કે કેમ તે વિશે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. 1લી જૂને કોરોના હાલતની સમીક્ષા કરાયા બાદ આખરી નિર્ણય લેવામાં આવી છે. આઈસીએસઈ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષા રદ કરવા તથા ધો.12ની પરીક્ષા સ્થગીત કરવાની સતાવાર જાહેરાત વેબસાઈટ પર કરી છે. શિક્ષકો-વિદ્યાર્થીઓની સૂરક્ષા જ સૌથી મોટી પ્રાથમીકતા છે એટલે પરીક્ષા ધો.10ની રદ કરવામાં આવે છે. આ પૂર્વે ગત સપ્તાહમાં સીબીએસઈ બોર્ડ દ્વારા પણ સમાન નિર્ણય લેવામાં આવ્યો હતો.
  વધુ વાંચો
 • શિક્ષણ

  કોરોનાના લીધે જેઇઇ મેઇનની પરીક્ષા મોકૂફ, 15 દિવસ પહેલાં થશે નવી તારીખોની જાહેરાત

  દિલ્હી-દેશમાં વધતા કોરોના સંક્રમણને જાેતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી ૨૦૨૧ એપ્રિલ પરીક્ષા સ્થગિત કરી દીધી છે. પરીક્ષાના બે સેશન ફેબ્રુઆરી-માર્ચમાં આયોજીત થઇ ચૂકી છે. વિદ્યાર્થીઓ અને પેરેન્ટસ દ્વારા સતત માંગ ઉઠતા ૧૦ દિવસ પહેલાં પરીક્ષા સ્થગિત કરી દીધી છે. પરીક્ષા ૨૭થી ૩૦ એપ્રિલ સુધી આયોજીત થવાની હતી. પરીક્ષાની નવી ડેટસની જાહેરાત ટૂંક સમયમાં કરાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્‌વીટ કરીને તેની માહિતી આપી દીધી. તેમણે કહ્યું કે હાલ પરિસ્થિતિને જાેતા તેમણે દ્ગ્‌છને પરીક્ષા સ્થગિત કરવાની ભલામણ કરી હતી. શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષાની નવી ડેટસ પરીક્ષાના ૧૫ દિવસ પહેલા રજૂ કરાશે. જે વિદ્યાર્થીઓએ એપ્રિલ સેશનની એકઝામ માટે અરજી કરી છે તેઓ પોતાની નવી ડેટસ અંગે સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકશે.
  વધુ વાંચો
 • શિક્ષણ

  યુનિ. કોલેજોમાં છેલ્લા વર્ષ સિવાયના તમામને મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપો

  અમદાવાદ-રાજ્યમાં કોરોના મહામારીનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ધો-૧૦ અને ૧૨ની ૧૦મી મેથી શરૂ થતી બોર્ડની પરીક્ષા પણ સ્થગિત કરીને ધો-૧થી ૯ અને ૧૧માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં કોલેજોમાં છેલ્લા વર્ષ સિવાયના વિદ્યાર્થીઓને મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપીને વહેલા વેકેશન જાહેર કરવાની માગણી ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં હાલ કોરોના રોકેટ ગતિથી આગળ વધી રહ્યો છે, તે જોતાં આગામી મે માસ સુધીમાં યુનિવર્સિટી અને કોલેજોમાં પરીક્ષાઓ લઇ શકાય તેમ નથી. સેમેસ્ટરમાં હાલ ઓનલાઇનના માધ્યમથી અભ્યાસ પૂરો થઇ ચૂક્યો છે આ સ્થિતિમાં કોલેજો ચાલુ રાખવાનો પણ કોઇ અર્થ નથી. ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને એવી રજૂઆત કરી છે કે, પરિસ્થિતિ અનુકુળ થયા બાદ UG-PGના અંતિમ સેમેસ્ટરની પરીક્ષાઓ લઇને બાકીના સેમેસ્ટરના વિદ્યાર્થીઓને હાલમાં ગત વર્ષની જેમ મેરીટ બેઝડ પ્રોગેશન આપવું જોઇએ. આ પ્રકારના નિર્ણય કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાના તણાવમાંથી બહાર આવશે. આ ઉપરાંત યુનિવર્સિટી પરથી પરીક્ષાનું ભારણ ઘટાડીને આગામી શૈક્ષણિક વર્ષને સમયસર શરૂ કરી શકાય તેમ છે. હાલની પરિસ્થિતિ જોતાં મે માસના અંત સુધી પરીક્ષાનું આયોજન થઇ શકે તેમ નથી. દર વર્ષે મે માસમાં વેકેશન હોય છે. આ વર્ષે મોટાભાગની યુનિવર્સિટીઓએ ૧લી જૂનથી ૩૦ જૂન વેકેશન જાહેર કર્યું છે, તેના બદલે હાલની જોખમી પરિસ્થિતિમાં વેકેશન આપવામાં આવે તો પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી જૂન માસમાં વહેલું સત્ર બોલાવીને પરીક્ષાનું આયોજન કરી શકાય તેમ છે. આ પ્રકારનો નિર્ણય કરવામાં આવે તો કોરોના સંક્રમણની ચેઇન પણ કંઇક અંશે તોડી શકાશે અને સૂચિત વેકેશનના દિવસોનો અન્ય કામગીરી માટે ઉપયોગ પણ કરી શકાય તેમ છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં વિદ્યાર્થીઓને મેરીટ બેઝડ પ્રોગ્રેશન જાહેર કરીને તાકીદે વેકેશન જાહેર કરવું જોઇએ તેવી માગણી કરાઈ છે.
  વધુ વાંચો