લોકસતા વિશે
લોકસતા વિશે

જનગણમન... અધિનાયક... જય હે, ભારત ભાગ્ય વિધાતા...

કરોડો સમૂહસ્વરોના પ્રચંડ પડઘાઓથી વિશ્વના કાન હજુ તો માંડ ટેવાયા હતા...

આ એ સમયની વાત છે,
જ્યારે ગુલામીની કાળરાત્રિ હજી તો માંડ પૂર્ણ થઈ હતી અને દેશ મોકળી હવામાં શ્વાસ લેવાનું હજી તો શીખી રહ્યો હતો...

આ એ સમયની વાત છે,
જ્યારે પરતંત્રતાનું લોખંડી કોચલું તોડી જન્મેલી વિશ્વની સૌથી વિશાળ લોકશાહી હજી તો ભાખોડિયા ભરી રહી હતી...

આ એ સમયની વાત છે,
જ્યારે અંગ્રેજાએ સદીઓ સુધી વરસાવેલી યાતનાઓના કોરડાઓથી પડેલા લોહીલુહાણ ઘા રૂઝાવાનું હજી તો શરૂ થયું હતું...

આ એ સમયની વાત છે,
જ્યારે સ્વતંત્ર ભારતના પ્રચાર-પ્રસાર માધ્યમો એવા અખબારો પાસે પૂ. ગાંધીબાપુની અહિંસક ટેકણલાકડી કે સુભાષચંદ્ર બોઝ-ભગતસિંહની છાતીમાં ધધકતી આગ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો માર્ગ સમાપ્ત થઈ ચૂકયો હતો અને રહ્યો હતો ફક્ત એક જ માર્ગ - લોકશાહીના જાગૃત પ્રહરી બની રહેવાનો.

આવા બહુઆયામી સંક્રમણકાળમાં આઝાદ ભારતે આપેલા અભિવ્યÂક્ત સ્વાતંત્ર્યની કૂખે સન-૧૯પરની બીજી ડિસેમ્બરના રોજ વડોદરામાં એક અખબારનો જન્મ થયો.
જન્મજાત નીડર અને નિષ્પક્ષ અખબાર 'લોકસત્તા'

શેઠ શ્રી રમણલાલે વાવેલું આ બીજ આજે ૬૬ વર્ષનું ઘટાટોપ વૃક્ષ બની ઊભું છે. આ દીર્ઘ યાત્રામાં અનેક ચઢાવ-ઉતાર, અનેક સંકટો-સમસ્યાઓ જાયા પછી 'લોકસત્તા' આજે વડોદરાના પોતીકા એવા સૌથી જૂના અખબાર તરીકેની શાબાશીનું હક્કદાર બન્યું છે.

તત્કાલીન પ્રજાવત્સલ અને દીર્ઘદૃષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડની ઈચ્છા અને આદેશ સાથે ૧૮૯રમાં (લગભગ ૧ર૬ વર્ષ અગાઉ) યંદે નામના એક મહારાષ્ટ્રીયન સદ્‌ગૃહસ્થે વડોદરામાં 'સયાજી વિજય દૈનિક' શરૂ કર્યું. (યંદે જેમણે બાબાસાહેબ આંબેડકરને તેમના વિદ્યાર્થીકાળમાં સર સયાજીરાવ સાથે મુલાકાત કરાવી શિષ્યવૃત્તિની ભલામણ કરી હતી.)

સર સયાજીરાવના કુશળ રાજ્યશાસન, તેમના સુઆયોજિત વહીવટ, તત્કાલીન સમાજાપયોગી કાર્યો અને ક્રાંતિકારી સુધારા-કાયદાઓ અંગે પ્રજાને માહિતગાર રાખતું આ અખબાર પ્રારંભમાં સાપ્તાહિક સ્વરૂપે પ્રકાશિત થતું અને તે પણ ત્રણ ભાષાઓમાં - ગુજરાતી, હિન્દી અને મરાઠી.

જાત-જાતામાં લોકમાગમાં વધારો થતાં આ અખબાર સપ્તાહમાં બે વાર પ્રકાશિત થવા લાગ્યું અને પછી તો એણે દૈનિક અખબારનું સ્વરૂપ લઈ લીધું. ગાયકવાડ શાસનમાં પ્રકાશિત આ એકમાત્ર અખબાર હોવાના કારણે એ અત્યંત લોકપ્રિય હતું.

પરંતુ, ૧૯પરની રજી ડિસેમ્બરથી વડોદરામાં એ વખતની છપાઈકામની આધુનિક યંત્રસામગ્રી સાથે શરૂ થયેલા 'લોકસત્તા' અખબારે ઝડપભેર લોકપ્રિયતા હાંસલ કરી. કારણ કે, ૧૯૪૭માં રાજાશાહીના અંત છતાં 'સયાજી વિજય દૈનિક' રાજ્યાશ્રય હેઠળના અખબાર સ્વરૂપના પોતાના પ્રકાશન અને રાજવી કુટુંબ અંગેના સમાચારોને પ્રાધાન્ય આપવાના એના પરંપરાગત શિરસ્તા છોડી શક્યું નહીં. એટલું જ નહીં, એના છપાઈ યંત્રો પણ જૂના-પુરાણા થઈ ચૂકયા હતા. આથી વડોદરાનું એ સૌ પ્રથમ અખબાર 'સયાજી વિજય દૈનિક' ૧૯પ૪ના વર્ષમાં એ વખતના સર્વાધિક લોકપ્રિય અખબાર 'લોકસત્તા' સાથે ભેળવી દેવાયું અને એ રીતે 'લોકસત્તા' આજે વડોદરાના સૌથી પ્રથમ અખબાર તરીકે ૧ર૬ વર્ષનો ભવ્ય ઈતિહાસ ધરાવતું અખબાર બન્યું છે.

મુદ્રક ઃ પ્રકાશક ઃ રમણલાલ શેઠ દ્વારા લક્ષ્મી વિજય પ્રિ. પ્રેસ, ઘીકાંટા, રાવપુરા ખાતેથી પ્રકાશિત થતું 'લોકસત્તા' ૧૯પ૪થી અમદાવાદની અલગ આવૃત્તિ 'જનસત્તા' સાથે શરૂ થયું અને જાત-જાતામાં ટૂંકા વરસોમાં 'લોકસત્તા' દૈનિક રાજકોટ અને સુરતની પણ અલગ આવૃત્તિ ધરાવતું માતબર અખબાર બન્યું. અલબત્ત, વડોદરા અને સુરત આવૃત્તિ 'લોકસત્તા'ના નામે જ્યારે અમદાવાદ અને રાજકોટ આવૃત્તિ 'જનસત્તા'ના નામે ઓળખાતી.

ચોથી જાગીર તરીકેની જવાબદારી અને ધર્મ બજાવવાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોએ જ આ અખબારને 'નીડર અને નિષ્પક્ષ' અખબાર તરીકે સ્થાપિત કરી આપ્યું.

પરંતુ 'લોકસત્તા' અખબાર ૧૯૬૯ની સાલમાં આકÂસ્મક આર્થિક સંકડામણમાં ધકેલાઈ ગયું. જા કે પ્રતિષ્ઠિત અખબારને તેની તમામ આવૃત્તિઓ સાથે ટકાવી લેવાના પ્રયાસ રૂપે ૧૯૬૯માં ભારતના અગ્રણી અખબાર જૂથ 'ઈન્ડિયન એક્સપ્રેસ' જૂથે પોતાના ગુજરાતી પ્રકાશન તરીકે 'લોકસત્તા' દૈનિકની તમામ આવૃત્તિઓ ખરીદી લીધી અને આ અખબારની માલિકી રમણલાલ શેઠ પાસેથી 'ટ્રેડર્સ પ્રા.લિ.'ને હસ્તાંતરિત કરાઈ.

'લોકસત્તા' અખબારનો આ સુવર્ણકાળ હતો. કારણ, આઝાદ ભારત હવે પોતાના જ શાસકો સંચાલિત દેશ બન્યાને બે દાયકાથી વધુ વિતી ચૂકયા હતા અને તત્કાલીન સરકારોમાં ભ્રષ્ટાચાર જેવો રોગ વકરવા માંડયો હતો.

આ સમયગાળા દરમિયાન નીડર અને નિષ્પક્ષ અખબાર તરીકે 'લોકસત્તા'એ ભજવેલી ભૂમિકા આજે પણ જૂની પેઢીના વાચકો અને ઈતિહાસકારો યાદ કરે છે. 'લોકસત્તા'ની લોકપ્રિયતા એના પ્રારંભકાળથી અત્યાર સુધીમાં એના સર્વોચ્ચ સ્થાને પહોંચી ચૂકી હતી.
૧૯પરથી શરૂ થયેલા અને છેક ૧૮૯રના અખબાર 'સયાજી વિજય દૈનિક'ના ભવ્ય ભૂતકાળને પોતાનામાં સમાવી લઈ આગળ વધેલા 'લોકસત્તા' અખબારને ૧૯૯૯ની ૧પમી ઓગસ્ટે વધુ એક વળાંક જાવો પડયો. પ્રતિષ્ઠિત ઈÂન્ડયન એક્સપ્રેસ જૂથની જ કંપની ટ્રેડર્સ પ્રા.લિ.એ આ અખબાર સમભાવ મીડિયા ગ્રૂપને વેચી દીધું અને હવે લોકસત્તા સમભાવ મીડિયા ગ્રૂપની માલિકીનું અખબાર બન્યું.

અને અંતે ર૦૧૬
નીડર અને નિષ્પક્ષ અખબાર લોકસત્તાની દીર્ઘ યાત્રા અને ગગનચુંબી લોકપ્રિયતાએ વધુ એક રચનાત્મક વળાંક લીધો. વડોદરાના યુવા સાહસિકોની ઈન્કપોટ પ્રા.લિ.એ લોકસત્તા-જનસત્તા અખબારની તમામ આવૃત્તિઓના હક્ક હસ્તગત કર્યા અને હવે આ અખબાર ઈન્કપોટ પ્રા.લિ.ની માલિકી હેઠળ પ્રકાશિત થઈ રહ્યું છે.

૧૮૯રના અખબાર 'સયાજી વિજય દૈનિક'ના ભવ્ય ભૂતકાળને પોતાનામાં સમાવી લઈ ૧૯પરથી લોકશાહીની ચોથી જાગીર રૂપે નીડર અને નિષ્પક્ષ અખબાર તરીકેની ખુમારી અને ખુદ્દારી સાથે લાખો વાચકોના રક્ત સાથે મળી ગયેલા અખબાર 'લોકસત્તા-જનસત્તા'ની આ જન્મકથાનું હવે એક નવું પ્રકરણ લખાઈ રહ્યું છે. સાંપ્રત સમયની માગ અને વાચકોની વર્તમાન પેઢીની બદલાઈ રહેલી વાંચનઢબને ધ્યાનમાં લઈ 'લોકસત્તા-જનસત્તા' હવે ઈ-પેપર તરીકે તો ઉપલબ્ધ છે જ, પરંતુ હવે એ પોતાનું આગવું વેબપોર્ટલ www.loksattanews.co.in દ્વારા વાચકોની જિજ્ઞાસા સંતોષવા સજ્જ છે.

આપણી માતૃભાષા ગુજરાતીને આધુનિક પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા વિશ્વના ખૂણે-ખૂણે વસતા ગુજરાતીઓના આંગળીના ટેરવે લાવી મૂકવાનો અમારો પ્રયાસ અત્યાર સુધીના નીડર અને નિષ્પક્ષ અખબાર તરીકેની પ્રતિષ્ઠાને વધુ એક ઊંચાઈએ લાવી મૂકવાનો છે. અલબત્ત, 'લોકસતા-જનસત્તા' ને પોતીકું અખબાર માનનારા લાખો વાચકોના શુભાશિષ અને સહકાર વિના એ શક્ય નથી જ.
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution