બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની છાપ છોડનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા હંમેશા હેડલાઇન્સમાં રહે છે. ક્યારેક પતિ સાથે હાજર રહેવાની, તો ક્યારેક તેની ફેશન સેન્સ સાથે. તેમાં કોઈ શંકા નથી કે જ્યારે પણ પ્રિયંકા રેડ કાર્પેટ પર ઉતરે છે ત્યારે તે તેના લૂક અને સ્ટાઇલિશ સ્ટાઇલથી બધી લાઈમસાઇટ છીનવી લે છે. આ વખતે પણ બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સમાં કંઈક આવું જ બન્યું હતું.

23 મેના રોજ, અમેરિકાના લોસ એન્જલસમાં બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ 2021 યોજાયો હતો. આ દરમિયાન, પ્રિયંકા પતિ નિક જોન સાથે એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી.