સુરત,તા.૨૦ 

કોરોનાને કારણે છેલ્લા ત્રણ મહિનાથી દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓએ એક થઈને ગ્રુપ બનાવી ગુજરાત આવી પહોંચ્યા છે. વંદે ભારત મિશન અંતર્ગત ફ્લાઈટ ન મળતા પ્રાઈવેટ જેટ કરીને ગુજરાત આવેલા ૧૭૫ લોકો માંથી ૪૦ લોકો સુરતના છે. દુબઈમાં ફસાયેલા ૧૭૫ ગુજરાતીઓ વતન પરત ફર્યા જેમાં ૪૦ લોકો સુરતનાસરકાર દ્વારા વંદે ભારત મિશન અંતર્ગત દુબઇ અને અબુ ધાબીને એક-એક ફ્લાઇટ અપાઈ હતી અને ત્રીજા ફેઝમાં અબુ ધાબીને માત્ર એક ફ્લાઈટ અપાઈ. જેથી વધુ ફ્લાઇટ ન અપાતાં આખરે દુબઈ ગયેલા ગુજરાતીઓએ એકમેકનો સાથ સાધીને એક ગૃપ બનાવી એકમેકનો સહારો લેવો પડ્યો હતો.

દુબઈમાં ફસાયેલા ૧૭૫ ગુજરાતીઓ વતન પરત ફર્યા જેમાં ૪૦ લોકો સુરતનાપ્રાઇવેટ ફ્લાઇટ માટે કોઈ જવાબદારી ઉઠાવે એના માટે કોઈ સંસ્થા અથવા કંપનીની મંજૂરી જરૂરી હતી. જેથી ગુજરાતીઓએ એક થઈને ગ્રુપ બનાવ્યું અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને હાલ દુબઇ સ્થિત ભરતભાઈ નારોલે પાસે ગયા હતા. જેમને ૧૦૦૦થી વધુ લોકોને ગુજરાત મોકલવાની જવાબદારી લીધી હતી. તેમણે તૈયાર કરેલી યાદીને દુબઇ કોન્સોલેટ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મોકલીને પરવાનગી માગી હતી.

જેમાં અત્યારે કુલ ૬ ફલાઇટને મંજૂરી મળી છે. જેમાં ૧૮ જૂનના રોજ સવારે ૧૦ વાગે પ્રથમ પ્રાઇવેટ ફ્લાઇટમાં ગર્ભવતી મહિલાઓ, સિનિયર સિટીઝન્સ, જેમના ઘરે મરણ થયું છે, મેડિકલ ઇમરજન્સી તેમજ લેબર સાથે કુલ ૧૭૫ લોકો વતન પરત ફર્યા છે. જેમાં ૪૦ જેટલા લોકો સુરતના રહેવાસી છે. બીજી પ્રાઇવેટ ફ્લાઇટ ૨૪ જૂનના રોજ ૧૮૦ લોકોને લઈને દુબઇથી અમદાવાદ આવશે.