અમદાવાદ,

અમદાવાદની ૧૪૩મી રથયાત્રાની વર્ષો જુની પરંપરા તૂટી ગઈ છે. જ્યારે રથયાત્રાને હાઇકોર્ટે મંજૂરી ન આપ્યા બાદ સંપન્ન તો થઇ પરંતુ હવે મંદિરના મહંત દિલીપદાસજીએ ભાવુક થઇને વેદના વ્યકત કરી છે. તેમણે કહ્યું કે રથયાત્રાને લઇને મે જે લોકો પર ભરોસો રાખ્યો હતો તેમણે મારો ભરોસો તોડ્યો છે. અમે સાધુ છીએ અમને કોર્ટની ખબર નથી પડતી.

મહંત દિલીપદાસજીએ ભાવુક થઇને વેદના વ્યકત કરી

તેમણે કોઇનુ નામ તો નહોતુ લીધુ. પરંતુ એટલુ જરૂર કÌš કે ત્રણ જણા પર ભરોસો મૂકયો હતો. તેમણે એમ પણ કÌš કે અમારી સાથે બહુ મોટી રમત રમાઇ છે. તેમણે રથયાત્રા નહી નીકળવાને લઇને કર્ણાવતીના ભક્તો સામે દિલગીરી પણ વ્યકત કરી હતી. તેમણે હાઇકોર્ટના ચૂકાદાને પણ એકતરફી ગણાવ્યો હતો.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પારંપરિક ઢબે નહીં યોજાવવા મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદે આકરા શબ્દોમાં ગુજરાતની વર્તમાન સરકાર અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીમંડળની ટીકા કરી હતી. વીએચપીએ જણાવ્યું કે, ‘હાઇકોર્ટમાં રીવ્યુ અરજી કરવામાં ૩ દિવસ સુધી અગમ્ય-ગુઢ મૌન રાખી રીવ્યુ પીટીશન કરવામાં વધારે પડતો વિલંબ દર્શાવે છે કે સરકારે માત્ર પોતે પ્રયત્નશીલ છે તેવો દેખાડો કરવા પૂરતી જ અરજી કરી હતી. સરકારની યોગ્ય સમયની નિષ્ક્રિયતા ખેદજનક છે. આ ઉપરાંત જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ ખરેખર રથયાત્રા કાઢીને પરંપરા જાળવવાની પ્રબળ ઇચ્છા ધરાવતા હતા તો કોર્ટમાં સચોટ રજૂઆત કરવામાં કેમ કાચા પડયા.