અમદાવાદ,

સાબરમતી જેલના મદદનીશ સુપ્રિ.ડી.વી.રાણા હોમ કોરોન્ટાઇન થવાના પગલે તેમજ પ૪ કેદીઓ અને ૧૬ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો. 

મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોના કેસોનો આંક સતત વધી રહ્યો છે. જો કે, આ વચ્ચે સારી વાત એ છે કે, રાજ્યમાં દર્દીઓ સાજા થવાના અને મોતનાં કેસોમાં ઘટાડો થયો છે. એક દિવસમાં કોરોનાના 577 નવા પોઝિટવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 238 અને સુરતમાં 134 નવા કેસ નોંધાયા છે.

સાબરમતી જેલ પ્રશાસનમાં 16 કર્મચારી અને 54 કેદીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. જેમાં સિરિયલ બ્લાસ્ટના 1 આરોપી સહિત 54 કેદીઓ કોરોના સંક્રમિત બન્યા છે. એટલું જ નહીં, જેલ DySP ડી.વી.રાણા પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.