અમદાવાદ: 

અમદાવાદ શહેરનો પોશ વિસ્તાર ગણાતો સેટેલાઇટ વિસ્તારમાંથીમાં આવેલા રો હાઉસમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. આ અંગેની બાતમી મળતાં મહિલા ક્રાઇમ બ્રાંચે રેડ પાડી સંચાલક મહિલા, તેના પતિ સહિત ત્રણને ઝડપી પાડ્યાં છે. જોકે વિદેશી મહિલા પાસેથી દેહ વ્યાપાર કરાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. 

શહેરના પોશ વિસ્તાર હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ચાલતું હોવાનો મેસેજ મળતા મહિલા ક્રાઇમે રેડ કરી હતી. બે વર્ષથી સેક્સ રેકેટ ચલાવનાર દંપતી સહિત ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. અહીંથી ઉઝબેકિસ્તાનની યુવતીઓ પોલીસને મળી આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મકાન 15 હજારમાં ભાડે રખાયું હતું અને ગ્રાહકો પાસેથી સાતથી 14 હજાર વસુલાતા હતા.

મહિલા ક્રાઇમની ટીમને બાતમી મળી હતી કે, લૉડાઉન બાદ અનલોકમાં કેટલીક છૂટછાટ આપ્યા બાદ કેટલીક જગ્યાઓ પર દેહવ્યાપાર શરૂ થઈ ગયા છે. શ્યામલ વિસ્તારમાં શ્યામલ રો હાઉસ ના વિભાગ 2 માં પણ વિદેશી યુવતીઓ બોલાવીને કેટલાક લોકો સેક્સ રેકેટ ચલાવે છે. જેથી પોલીસે અહીં જઈને રેડ કરી તો સેક્સ રેકેટ ઝડપાયું હતું.