અંબાજી,

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વહેલી સવારે આદ્ય શકિત માઁ અંબાજીમાં પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન ૩ મહિના લોકડાઉનની સ્થતિ બાદ ગઈકાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પહિંદ વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચ્યા હતા. જ્યાં આજે સવારે જગદંમ્બા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ લોકડાઉનની સ્થતિ બાદ પ્રથમવાર અમદાવાદ-ગાંધીનગર બહારના તેમના પ્રવાસની શરૂઆત માઁ આદ્યશકિત જગત જનનીના દર્શનથી કરી છે. મુખ્યમંત્રીએ આદ્યશકિત માઁ અંબાજી સમગ્ર માનવ જાતને કોરોનાના આ મહાસંકટમાંથી સલામત પાર ઉતારે તેવી મનોકનાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી માઁ આદ્યશÂક્તના દર્શન પૂજન બાદ હવે જરૂરિયાત મુજબ પોતાના અન્ય પ્રવાસ પણ કરશે.