ગાંધીનગર,

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે કોરોનાની સમીક્ષા કરવા માટે કેન્દ્રની ટીમ ગુજરાત આવી છે. અમદાવાદમાં કન્ટેઇનમેંટ ઝોનની મુલાકાતે કેન્દ્રની ટીમ આવી છે. ત્યારે DYCM નીતિન પટેલે પણ જણાવ્યું હતુ કે, સાંજ 4 વાગ્યે CM રૂપાણી આ અંગે બેઠક યોજવામાં આવશે તેમજ દરેક મુદ્દોઓને લઈને સમીક્ષા કરવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાત આવી છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય ટીમની ગુજરાત મુલાકાતને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપી. તેઓએ કહ્યું કે કેન્દ્રની ટીમ અમદાવાદ-ગાંધીનગરની મુલાકાત લેશે. દરેક રાજ્યની મુલાકાત માટે કેન્દ્ર ટીમ મોકલે છે. કેન્દ્રની ટીમ આપણી વ્યવસ્થા વિશે જાણકારી મેળવશે. આ ઉપરાંત નાણાકીય-મેડિકલ સહાય વિશે જાણકારી લેશે. નીતિન પટેલે કહ્યું કે સૌથી વધુ સંક્રમણનો ભય આરોગ્ય વિભાગના કર્મીને હોય છે.

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે કોરોનાની સમીક્ષા કરવા માટે કેન્દ્રની ટીમ ગુજરાત આવી છે. અમદાવાદમાં કન્ટેઇનમેંટ ઝોનની મુલાકાતે કેન્દ્રની ટીમ આવી છે. જેમાં તેઓએ ગોતા, ઘાટલોડિયમાં નિરીક્ષણ કર્યું છે.