અમદાવાદ, 

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ હવે કોંગ્રેસના અન્ય બે નેતાનો કોરોના રિર્પોટ પોઝિટિવ આવતાં કોંગ્રેસમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ભરતસિંહ સોલંકી બાદ વધુ બે કોંગી નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. દરમિયાન અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલને પણ કોરોના પોઝિટિવ થયો હોવાનું જાળવા મળ્યું છે. મૌલિન વૈષ્ણવને વડોદરાની માજલપુરમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મૌલિક વૈષ્ણવ ચુંટણી દરમ્યાન ભરતસિહ સોલંકી સાથે હતા.  

તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં હારેલા કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરાની બેન્કર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેવામાં તેમના સંપર્કમાં આવેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓને કોરોના થવાની શક્યતા રહેલી છે. ભરતસિંહને મળનાર બીજા નેતાઓ કોરોનાગ્રસ્ત બન્યા છે.જોકે એક પછી એક કોંગ્રેસના નેતાઓના કોરોના રિર્પોટ આવતા કોંગ્રસ પક્ષમાં હાલ ફફડાટ જોવા મળી રહ્યો તો જે લોકો પોઝિટીવ નેતાઓના સંર્પકમાં આવ્યા હતા તે લોકો પણ હાલ કોરોન્ટાઈન થઈ રહ્યા છે.