અમદાવાદ,

સાણંદ GIDCમાં સેનેટરી નેપકીન બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી.આગની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની 25થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી. પરંતુ આગનું વિકરાળ રૂપના કારણે હજુ સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. એક આખુ યુનિટ આગમાં બળીના ખાખ થઈ ગયુ હોવાનું જાણવા મલી રહ્યું છે. 

અમદાવાદની સાણંદ GIDCમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા જ ટ્રાફિક જામ સહિતના દ્રશ્યો સર્જાયા હતા. હજુ સુધી આગ કેમ લાગી તેનું કારણ જાણી શકાયુ નથી. ત્યારે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. 

અમદાવાદની સાણંદ GIDCમાં આગ ભભૂકી ઉઠી છે. ફાયરવિભાગ સહિતનો બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે હાલ ફાયરની 31 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને સોથી વધુ ફાયરવિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.