ગાંધીનગર, 

ભારતમાં પણ સીપ્લેનનો ઉપયોગ થાય તે માટે વડાપ્રધાન મોદીએ નિર્દેશ કર્યા હતા. જેના ભાગરુપે આ પ્રોજેક્ટ માટે દેશભરમાં 16 રુટ પસંદ કરવામાં આવ્યા છે. આ 16માંથી ગુજરાતના 2 સ્થળને પસંદ કરવામાં આવ્યા છે.  

સીપ્લેન પ્રોજેક્ટ અંગેની માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે સીપ્લેન પ્રોજેક્ટ માટે દેશના કુલ 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્યમાં પહેલા તબક્કામાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના 200 કિ.મી માટે અને બીજા તબક્કામાં સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજી ડેમ સુધીના 250 કિ.મી વચ્ચે સીપ્લેન શરૂ કરવામાં આવશે. 

આ બંને જગ્યા પ્રવાસનની દ્રષ્ટિએ વધારે મહત્વ ધરાવે છે. આ પ્રોજેક્ટની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. બંને ડેમ સાઈટ પર જેટી ઊભી કરવામાં આવશે અને આગળ અન્ય કામો ઝડપથી પુરા કરવામાં આવશે. આ બંને રુટ પર ઓક્ટોબર સુધીમાં પ્લેન શરુ થઈ જાય તેવું આયોજન છે.