ગાંધીનગર-

વર્ષ ૧૯૮૬ અને ૧૯૮૭ બેચના ચાર IPS ઓફિસરને આગામી દિવસોમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ની બઢતી મળશે. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ના ઇન્ચાર્જ વડા અને ૧૯૮૬ની બેચના અધિકારી કેશવકુમાર, એડિશનલ DGP રિફોર્મસ વિનોદ મલ, જ્યારે વર્ષ ૧૯૮૭ના બેચના CID ક્રાઈમના વડા સંજય શ્રીવાસ્તવ અને પ્રિવેન્શન ઓફ ક્રાઈમ અગેન્સ્ટ ST/SC ના વડા કમલકુમાર ઓઝાને ડ્ઢય્ઁ કક્ષામાં બઢતી આપવા માટેDPC માં મંજૂરી આપી દેવામાં આવી હોવાની માહિતી મળી છે. આગામી દિવસોમાં તેઓના DGP કક્ષાના અધિકારી તરીકે ઓર્ડર થઈ શકે છે. 

રાજ્યના પોલીસ વિભાગમાં અત્યંત મહત્વના ગણાતી એવીATS, IB, લો એન્ડ ઓર્ડર અને સુરત શહેરJCP ની જગ્યાઓ ઇન્ચાર્જ પર ચાલી રહી છે. એડિશનલ DG કક્ષાના અધિકારીઓનેDGP ની સાથે ૧૩ જેટલા અધિકારીઓને બઢતી આપવામાં આવશે. ચાલુ માસના અંતે DGP શિવાનંદ ઝાનું એક્સ્ટેશન પૂર્ણ થતાં નવા DGP ની જાહેરાત સાથે અથવા પહેલા બઢતીના ઓર્ડર થઈ શકે છે.