સુરત,તા.૨૦  

ગુજરાતમાં આરોગ્યમત્રી કુમાર કાનાણીના પુત્રવધૂ ખુદ કોરનાની ઝપેટમાં આવી ગયા છે. મંત્રી ગાંધીનગર હોવાથી હાલ ચેપ લાગવાની શકયતા ઓછી છે. પણ કોરોનાએ કહેર કર્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં વધુ ૫૪૦ કેસો નોંધાયા છે. જ્યારે એક દિવસમાં ૨૭ દર્દીઓનાં અવસાન થયા છે. અને ૩૪૦ જેટલાં દર્દીઓ સ્વસ્થ થયા હતા. આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રવધૂ કોરોનાગ્રસ્ત થયા છે.

કુમાર કાનાણીના દીકરાને શંકાસ્પદ લક્ષણ દેખાતા કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો. મંત્રી કુમાર કાનાણીના દીકરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં તેમની પુત્રવધૂની નવી સિવિલમાં સારવાર ચાલી રહી છે. મહત્વનું છે કે, આરોગ્યમંત્રી કુમાર કાનાણી છેલ્લા ૧૫ દિવસથી ગાંધીનગરમાં છે.જેથી તેઓ પરિવારના સંપર્કમાં આવ્યા નથી.