અમદાવાદ, 

સુપ્રિમ કોર્ટ દ્વારા ઓડિશામાં દર વર્ષે યોજાનારી પુરીની જગન્નાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે અમદાવાદમાં પણ યોજનારી રથયાત્રા રદ્દ થાય તેવા અટકળો સામે આવી રહી છે. સૂત્રો દ્વારા  મળતી માહિતી મુજબ પુરીની રથયાત્રા રદ્દ થતાં હેવ અમદાવાદમાં પણ રથયાત્રા રદ્દ થઇ શકે છે. જ્યારે બીજી તરફ રથયાત્રા પર રોક લગાવતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અમદાવાદની રથયાત્રા રદ થઇ શકે છે.

મળતી માહિતી મુજબ પુરીની રથયાત્રા રદ થતા અમદાવાદ પણ રદ થઇ શકે છે. રથયાત્રાના 4 દિવસ બાકી હોવા છતાં હજુ સુધી રાજ્ય સરકારે કોઇ નિર્ણય નથી લીધો. જોકે સમગ્ર વિશ્ર્વમાં કોરોના મહામારીએ પોતાનો ભરડો ભર્યો છે. ત્યારે આ મહામારી વચ્ચે વર્ષોથી ચાલી આવતી પરંપરા પણ હવે તુંટી રહી છે.