અમદાવાદ,

અમદાવાદમાં આજે 143મીં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી રહી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથના રથને પ્રસ્થાન કરાવવા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ હાજર રહ્યા હતા. આજે અમદાવાદમાં રથયાત્રા નીકળી છે પણ કેટલીક શરતોને આધીન, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, જય રણછોડ માખણ ચોરથી મંદિર ગુંજી ઉઠ્યું છે. આ વર્ષે રથયાત્રામાં 14 હાથી અને દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી છે. ત્યારે મંદિર પરિસરમાં ભજન મંડળીઓ પણ ખાસ ઉપસ્થિત રહી છે.

સરસપુરના રણછોડજીમાં પોલીસે ચેકિંગ કર્યુ છે. બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સરસપુરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મોસાળની પૂજા વિધિને લઈને પોલીસનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. મામેરાના દર્શન સાદગીપૂર્વક યોજાયા છે. કોરોનાના સંકટ વચ્ચે સરસપુરવાસીઓએ તૈયાર કર્યુ મામેરું મોરની પ્રતિકૃતિના મોસાલવાસીઓએ વાઘા તૈયાર કર્યા છે.