સુરેન્દ્રનગર,

લીંબડીની હોટલ યોગીમાંથી ગઈકાલે એક પ્રેમી ગળુ કપાયેલી હાલતમાં બહાર નીકળ્યો હતો. લોહીલુહાણ હાલતમાં નીકળેલા આ યુવક સાથે એક યુવતી પણ હતી અને તેઓ હોટલમાં રૂમ બુક કરીને રોકાયા હતા. ગરેથી લગ્ન કરવા નીકળેલા યુગલ સાથે અચનાક એવું તો શું બન્યું કે તેનો અંજામ લોહિયાળ આવ્યો. આ ઘટના સંમગ્ર પંથકમાં ટાક આૅફ ધી ટાઉન બની છે. બનાવની વિગત એવી છે કે ઘરેથી લગ્ન કરવા માટે ભાગેલા યુવક-યુવતી સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીની હોટલ યોગીમાં રોકાયા હતા. રૂમમાં ગયાના ૧૫ મિનિટમાં યુવક લોહિયાળ હાલતાં બહાર નીકળ્યો હતો. હોટલના રૂમમાંથી પ્રેમિકાની કરપીણ હત્યા કરાયેલી લાશ હતી જેમાં તેના શરીર પર અસંખ્ય ચાકૂના નિશાન હતા અને લોહીલુહાણ હાલતમાં હતી.

આ મામલે ઇજાગ્રસ્ત યુવકને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકે ડાક્ટરને એવું કહ્યું હતું કે "મને જીવવું છે”, દરમિયાન પોલીસ માટે આ કેસ કોયડો બન્યો છે. જેમાં પ્રેમિકાએ આત્મહત્યા કરી અને પ્રેમીને મારવાનો પ્રયાસ કર્યો કે પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી અને પોતે પણ આત્મહત્યા કરાનો પ્રયાસ કર્યો. જાકે, આ મામલો પ્રેમ પ્રકરણ સાથે હાલ ખૂન કે આત્મહત્યા વચ્ચે ગૂંચવાયો છે.

પોલીસ તપાસમાં ઈજાગ્રસ્ત યુવક દિવ્યરાજસિંહ બળદેવસિંહ ઝાલા ચુડા તાલુકાના કથારિયા ગામનો રહેવાસી હોવાનું અને મૃત યુવતી નફીસા સાયરાબાનું શેખ રહેવાસી ધોળકાની હોવાની વિગત ખુલી હતી. દિવ્યરાજ અને નફીસા બંને એકબીજાને પ્રેમમાં હોવાથી લગ્નના ઈરાદે ઘરેથી ભાગ્યા હતા. કોઈ બાબતે બંને વચ્ચે મનદુઃખ થવાથી બનાવ બન્યાનું પોલીસ માની રહી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ઈજાગ્રસ્ત આરોપી દિવ્યરાજસિંહને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડયો છે.