કચ્છ,

ગુજરાતમાં હવે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, જેથી આ ચોમાસાનો વરસાદ છે. વહેલી સવારે ગાજવીજ સાથે શરૂ થયેલ વરસાદે જોતજોતામાં જોર પકડી લેતા માંડવીમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી સમગ્ર જન જીવન અસ્ત વ્યસત થવા પામ્યું હતું.

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેથી લોકોમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. તો બીજી તરફ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ઉકળાટનો અંત આવ્યો છે. જોકે, ગુજરાતમાં હવે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, જેથી આ ચોમાસાનો વરસાદ છે. વહેલી સવારે ગાજવીજ સાથે શરૂ થયેલ વરસાદે જોતજોતામાં જોર પકડી લેતા માંડવીમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

માંડવી પર મેઘરાજા વધુ પડતા મહેરબાન થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. છેલ્લા બે દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજીતરફ માંડવી તાલુકાના શીરવા, કાઠડા, નાના લાયજા, મોટા લાયજા, પાંચોટીયા બાયડ, મેરાઉ, ગોધરા, દુર્ગાપુર, મોટી રાયણ, કોડાય, ડોણ, ભાડઈ, બિદડા, મસ્કા, બાગ સહિતના વિસ્તારોમાં પણ 3 થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.