નર્મદા,

19 જૂનના રોજ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરનારા BTPના બંને ધારાસભ્યોએ પોતાના જીવને જોખમ હોવાના કારણે સુરક્ષાની માંગણી સાથે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને પત્ર લખીને રજૂઆત કરી છે.BTPના ધરાસભ્ય છોટુ વસાવાએ રાષ્ટ્રપતિને લખેલા પત્રના જણાવ્યું છે કે, 19 જૂન 2020ના રોજ રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીએ અનુસૂચી-5ના અમલ અને આદિવાસીઓના સંવૈધાનિક અધિકારોના અમલ ન થવાના કારણે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

જો કે, હવે BTPના MLA પિતા-પુત્ર છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ પોતાના જીવને જોખમ હોવાની દેહશત વ્યક્ત કરી રાષ્ટ્રપતિને સુરક્ષાની માંગ કરતો પત્ર લખતા એક નવો વળાંક આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી બાદ BTPમાં રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે. જેમાં રોજેરોજ કંઈક નવી જ ઘટનાઓ સામે આવી રહી છે.