ગાંધીનગર,

રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસાની શરૂઆત થઈ રહી છે. જૂન મહિનામાં સમગ્ર રાજ્યમાં સરેરાશ ૧૧૮.૩૩ એમએમ વરસાદ થયો છે. જા ટકાવારી પ્રમાણે જાવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધી ૧૪.૨૪ ટકા વરસાદ થયો છે. તો અત્યાર સુધી એક તાલુકામાં વરસાદ થયો નથી. તો છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૯ જિલ્લાના ૨૯ તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં તાપી જિલ્લાના સાતેય તાલુકામાં વરસાદ નોંધાયો છે. સોનગઢમાં સૌથી વધુ ઢી ઇંચ વરસાદ પડ્યો છે, તો નીઝરમાં બે ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સિવાય ડોલવાનમાં ૨૦ મીમી અને કુકામુંડામાં ૧૫ મીમી વરસાદ થયો છે. તો ડાંગના સુબિરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં હજુ સુધી ચોમાસાનો માહોલ જામ્યો નથી. જૂન મહિનામાં રાજ્યના વિવિધ જિલ્લામાં મેઘરાજાનું આગમન થઈ ચુકયું છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૧૪.૨૪ ટકા વરસાદ પડ્યો છે. જા સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ૧૧૮.૩૩ મીમી વરસાદ થયો છે. ગુજરાતના ૨૫૧ તાલુકામાંથી એક તાલુકો બાકી છે જ્યાં અત્યાર સુધી મેઘરાજાની પધરામણી થઈ નથી.

રાજ્યમાં આગામી ૫ દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે ૨૯ અને ૩૦ જૂને રાજ્યનાં અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૭ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો હતો. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ વરસાદ વગર કારોધાકોર રહ્યા હતા. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અને ૨૯ અને ૩૦ જૂને ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ, નવસારી ,ભાવનગર, દીવ-દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી કરી છે. ૩૦ જૂનના અમદાવાદ,મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરી છે. તો આજે અમદાવાદમાં મધ્યથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.