ગાંધીનગર,તા.૧૯

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે આગામી ૪ દિવસ વરસાદી માહોલ બની રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે તા. ૨૧મી જૂને રાજ્યમાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૧૭ અને ૧૮ના રોજ વલસાડમા ભારે વરસાદ પડવાની શક્્યતાઓ દર્શાવી છે.

તા.૧૯ના રોજ વલસાડ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડશે. તા.૨૦ અને ૨૧ જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય દિવ, દમણ અને દાદરા હવેલીમા પણ પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની શક્્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વેધર વોચ ગ્રુપની મંગળવારે યોજાયેલી ઓનલાઈન બેઠકમાં હવામાન વિભાગ તરફથી એવી જાણકારી અપાઈ કે રાજ્યમાં બે અઠવાડિયામાં ઝાઝા વરસાદની શકયતા નથી પણ ૨૬મી જૂનથી બીજી જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શકયતા છે.

રાજ્યમાં તા. ૧૫મી જૂન સુધીમાં ૧૧.૪૬ ટકા વરસાદ થયો છે. છેલ્લા ૩૦ વર્ષમાં રાજ્યમાં સરેરાશ સિઝનમાં ૮૩૧ મિલીમીટર વરસાદ થાય છે. જેની સામે અત્યાર સુધીમાં ૯૫.૨૫ મિલીમીટર એટલે કે ૧૧.૪૬ ટકા વરસાદ નોધાયો છે. જા કે હજી કચ્છના અબડાસા અને લખપત અને દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં વરસાદ થયો નથી. બેઠકમાં હવામાન વિભાગ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી જણાવ્યું હતું કે, આ અઠવાડિયે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છના કેટલાક ભાગોમાં હળવોથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે.

રાજ્યમાં એક ઈંચથી ૧ મિમિ સુધી ૩૭ સ્થળે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ એક ઈંચ વરસાદ ભાવનગરમાં નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી વરસતા વરસાદમાં ઘટાડો નોધાયો છે. ગઈકાલે માત્ર એક ઈંચ જ વરસાદ નોંધયો હતો. જ્યારે બુધવારે ચાર ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આજે અને આવતીકાલે આગાહી કરી છે.