રાજકોટ,

આજે અષાઢી બીજના દિવસે રાજકોટનું નવુ બસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓના રૂટની બસ નવા બસપોર્ટ પરથી ઉપડશે. પ્રથમ તબક્કામાં શાસ્ત્રીમેદાનના ૮ પ્લેટફોર્મ જેમાં પાલનપુર, હિંમતનગર, અમદાવાદ, બરોડા, સુરત, પંચમહાલ, સુરેન્દ્રનગર તરફ જતી કુલ ૩૦૧ બસ સર્વિસનું આવન-જાવન નવા બસપોર્ટ પરથી શરૂ કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેશન ૧૫૬ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧,૧૭૮ ચોરસ મીટરમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેશન પર મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ મુસાફરો મળી રહેશે.

પ્લેટફોર્મ નં. ૪, ૫ અને ૬ પરથી અમદાવાદ, ગાંધીનગર, મોડાસા, હિંમતનગર, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, ડીસા, દીયોદર, થરાદ, પ્રાતિજ, પાટણ, ઇડર, ખેડબ્રહ્મા, અંબાજી અને શામળાજીની બસ ઉપડશે. આંતરરાજ્ય બસ શરૂ કરવાની છૂટ અપાતા ઉદયપુર અને રાજસ્થાન તરફની બસ પણ ૪, ૫ અને ૬ નંબરના પ્લેટફોર્મ પરથી મળશે. આ ઉપરાંત પ્લેટફેર્મ નં.૭ અને ૮ પરથી લીંબડી, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, ચીખલી, બીલીમોરા, વલસાડ, વાપી, ધરમપુર અને સાપુતારા,નાસિક, શીરડી અને મહારાષ્ટÙ સુધીની બસ ઉપડશે. જ્યારે ૯,૧૦ અને ૧૧ નંબરનાં પ્લેટફોર્મ પરથી ચોટીલા, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, રાધનપુર, ડાકોર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ક્વાંટ, ગાંગરડી, ઝરીખરેલી, પંચમહાલ અને મધ્યપ્રદેશની બસો મળશે.