ગાંધીનગર, ૧૯

વિધાનસભાના ભવન ખાતે લગભગ 50 ટકા વોટિંગ થઈ ચૂક્યું છે. ધીરે ધીરે મતગણતરીનો આંકડો વધી રહ્યો છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીની વચ્ચે કેટલાક કિસ્સા બન્યા છે. મતદાન કરવા માટે સવારે 9 વાગ્યાથી ધારાસભ્યોની લાઈન લાગી હતી. પરંતુ આ વચ્ચે કેટલાક ધારાસભ્યો તબીયત નાદુરસ્ત હોવાને કારણે વ્હીલચેર પર મત આપવા આવ્યા હતા. મંત્રી પરસોત્તમ સોલંકી વહીલચેરમાં મતદાન કરવા પહોંચ્યા હતા.

 મતદાન કરવા માટે સવારે 9 વાગ્યાથી ધારાસભ્યોની લાઈન લાગી હતી. પરંતુ આ વચ્ચે કેટલાક ધારાસભ્યો વ્હીલચેર પર મત આપવા આવ્યા હતા. મંત્રી પરસોત્તમ સોલંકી વહીલચેરમાં મતદાન કરવા પહોંચ્યા હતા. પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ તેનું પ્રોક્સી મતદાન કર્યું હતું. તો ધારાસભ્ય બલરામ થવાની વ્હીલચેર પર આવ્યા હતા.