અમદાવાદ,

સાણંદ GIDCમાં ડાયપર બનાવતી યુનિચાર્મ ઈન્ડિયા નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ડાયપર બનાવવામાં વપરાતા કેમિકલના કારણે આગ પર કાબુ મેળવવામાં સમય લાગ્યો. આગ એટલી વિકરાળ હતી કે સાણંદથી 10 કિમી દૂર સુધી આગના ધુમાડા દેખાતા હતાં. સાણંદ GIDCમાં લાગેલી આગ પર 24 કલાક બાદ પણ આગ પર સંર્પુણ પણે કાબુ મેળવાયો નથી. આગને બુઝવવા માટે 35 કરતા વધુ ફાયર બ્રિગેડની ગાડી અને 150 કરતા વધુ કર્મચારીઓની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.  

400 મીટરમાં ફેલાયેલી કંપની આગમાં ખાખ થઇ ગઇ છે. આગને ઠંડી પાડવાની કામગીરી ચાલી રહી છે. આગ પર કાબુ મેળવવા માટે JCB મશીન અને ફાયર બ્રિગેડે બનાવેલા રોબોટની પણ મદદ લેવામાં હતી. 

24 કલાક બાદ પણ આગ પર સંપૂર્ણ કાબૂમાં આવી નથી. આગને કાબુ લેવા માટે અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લીટર પાણી વપરાયું છે. સાણંદ, ધોળકા, વિરમગામ નગરપાલિકામાંથી પાણીની ગાડીઓ મંગાવાઈ છે. હાલમાં પણ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલુ છે.