અમદાવાદ,

ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ NCPમાં થી રાજીનામું આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ NCPના જનરલ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યુ હોવાની માહિતી તેમણે ટ્વિટ કરી આપી છે. શંકરસિંહે પાર્ટીના સક્રિય સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે.

મળતી માહિતી મુજબ રાજ્યસભાની ચૂંટણી પહેલા જ શંકરસિંહ નારાજ હતા. શંકરસિંહ વાઘેલા NCPથી નારાજ હોવાના કારણે પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. એનસીપી પ્રમુખ શરદ પવારને તેમણે પોતાનું રાજીનામુ મોકલી આપ્યું છે. શંકરસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં નવો ચર્ચાનો વિષય ઊભો થયો છે.