ગાંધીનગર, તા.૧૮ 

વર્તમાન કોરોના મહામારીની વચ્ચે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે આજે ૧૯ જૂન શુક્રવારે મતદાન થવાનું છે. ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હોવાથી ભારે રસાકસીભરી આ ચૂંટણીમાં મતદાર તરીકે પ્રત્યેક ધારાસભ્યનો વોટ મહત્વનો બની રહે તેમ છે. ભાજપના રાજ્યસભાના ત્રણેય ઉમેદવારોમાં નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલાબેન બારા છે. તથા કોંગ્રેસના બે ઉમેદવારો શÂક્તસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીનો સમાવેશ થાય છે., કોંગ્રેસ પાસે ૬૫ મત છે અને ભાજપ પાસે ૧૦૩ મતો છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને મતદાન કરતી વખતે ગોહિલને પ્રથમ અગ્રતા આપી છે. એનસીપીનો એક વોટ છે, છોટુભાઇ વસાવાની બીટીપી પાર્ટીના બે વોટ છે. એક અપક્ષ છે. એક બેઠક ખાલી છે. અગાઉ મોકૂફ રખાયેલી આ ચૂંટણી ૧૯ જૂનના રોજ યોજવાની જાહેરાતના પગલે કોંગ્રેસના બે ધારાસભ્યોએ લોકડાઉનમાં રાજીનામા આપતાં કોંગ્રેસમાં ફરીથી ખળભળાટ મચ્યો હતો. અને આ બે રાજીનામાનો વિવાદ શાંત પડે તે પહેલાં વધુ એક ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ સભ્યપદેથી રાજીનામુ આપીને કોંગ્રેસને બે બેઠકો જીતવી લગભગ અશકય બનાવ્યું છે.

નંબર ગેમમાં ભાજપ હાલમાં આગળ હોવાથી તે કોંગ્રેસ પાસેથી એક બેઠક છિનવી લે તેમ છે. જા કે કોંગ્રેસે દાવો કર્યો કે ભાજપમાંથી ક્રોસ વોટિંગ થશે અને અમારા બન્ને ઉફમેદવારો જીતશે. ચૂંટણી જાહેર થઇ ત્યારની પક્ષવાર સ્થતિ પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ બન્ને બબ્બે બેઠકો જીતી શકે તેમ હતા. પરંતુ ભાજપે ત્રીજા ઉમેદવાર ઉતારીને નંબર ગેમમાં ત્રીજી બેઠક પણ જીતવાનું આયોજન કર્યું છે. બન્ને પક્ષે પોતાના સભ્યોને સાચવવા ઘેરાબંધી કરવામાં આવી છે.

વર્તમાન કોરોનાના સંક્રમણની સ્થતિમાં શુક્રવારે સવારે ૯થી સાંજના ૪ વાગ્યા દરમિયાન રાજ્યસભાના મતદારો (ધારાસભ્યો) સંપૂર્ણ સલામતી રીતે અને સોશીલય ડીસ્ટ્નસીંગ સાથે મતદાન કરી શકે તે માટે મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીએ વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. આરોગ્ય વિભાગ દ્વારા અધિકારીની નિયુક્ત સાથે મતદાન મથકમાં પ્રવેશનાર દરેક મતદારનું બોડી ટેમ્પરેચર માપવામાં આવશે. જા નિયત આંક કરતાં તાપમાન વધારે જણાશે તો એમને એક અલાયદી ચેમ્બરમાં બેસાડાશે. એ પછી માસ્ક અપાશે અને હેન્ડ સેનિટાઇઝ કરાશે. મતદા પૂર્વે સમગ્ર મથકને સેનિટાઇઝ કરાશે. 

ચૂંટણીના મતદાન પૂર્વે કોઇ મતદારને કોરોનાનું સંક્રમણ જણાય તો એને પીપીઇ કિટ પહેરાવી મતદાન કરી શકે તેની પણ જાગવાઇ રખાઇ છે. આ મતદાન પછી મતદાન મથકને સેનિટાઇઝ કરી દેવાશે. અથવા તમામ મતદારોના મતદાન પછી એમનું મતદાન કરાવાશે. ભાજપના જગદીશ પંચાલ, બલરામ થવાણી કોરોનાથી સ્વચ્થ્ય થઇને બહાર આવી ગયા છે. જ્યારે કિશોર ચોહાણનો કોરોના આઇસોલેશન પિરિયડ ગુરુવારે પૂરો થશે. આ ત્રણેય મતદાન કરી શકશે.

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે શુક્રવારે મતદાન થવાનું છે અને એના માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હોવાથી ભારે રસાકસીભરી આ ચૂંટણીમાં પ્રત્યેક વોટ મહત્વનો છે. આ સંજાગોમાં શાસક પક્ષ ભાજપે તેના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને વિજયી બનાવવા માટે કરેલી અત્યાર સુધીની કવાયતને આખરી મ્હોર મારવા માટે બુધવારે કેન્દ્રીય નિરીક્ષકોની ઉપÂસ્થતિમાં મોક વોટિંગ પ્રેક્ટસ કરવામાં આવી હતી.

સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યકક્ષના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દરેક ધારાસભ્યોને કેવી રીતે મતદાન કરવાનું છે અને કેવા પ્રકારની સાવચેતી રાખવાની રહેશે. મતદાન કર્યા બાદ બેલેટ પેપર મતદાન પેટીમાં નાખવા જતી વેળાએ ચૂંટણી એજન્ટને કેવી રીતે તેની પ્રસ્તુતી કરવાની વગેરે જાણકારી આપી હતી. દરેક મોક વોટિંગ દ્વારા મતદાન કરી શકે તેની એક ખાસ વ્યવસ્થા પણ હોલમાં ઊભી કરાઇ હતી

રાજ્યસભાની ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક વિકેટો પડવાનો ક્રમ સતત જાવા મળ્યો છે. કરજણ અને કપરાડાના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસની ત્રીજી વિકેટ પડી હતી જેમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આખરે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. છે. 

રાજ્યસભા ચૂંટણીનું મતદાન આજે સવારથી શરૂ થઈ ગયું છે. આવામાં અત્યાર સુધી કોંગ્રેસના 35 ધારાસભ્યોનું મતદાન થઈ ગયું છે અને તેમાં શક્તિસિંહ ગોહિલને પૂરતા મત મળી ગયા છે. હજુ સુધી એક પણ ક્રોસ વોટ પડ્યાં નથી તેવા સમાચાર મળી રહ્યાં છે. જ્યારે CM રૂપાણી સહિત ભાજપના 66 જેટલાં ઘારાસભ્યોએ પણ મતદાન કર્યુ છે. ભાજપના જે બીમાર ધારાસભ્યો છે તેઓએ પણ પોતાનો મત આપ્યો હતો. આવામાં સૌથી નિર્ણાયક એવા BTP વોટ કરશે કે નહીં તેને લઈને હજુ સસ્પેન્સ યથાવત છે.