સુરત,

અબડાસાના કોંગી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રાજીનામું આપ્યા બાદ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. જેને પગલે અબડાસાની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.જેને લઈને ચૂંટણીલક્ષી કામગીરીનો અત્યારથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભુજમાં આવેલા ઇવીએમ વેરહાઉસમાં વોટીંગ મશીનની ચકાસણી શરુ કરવામાં આવી છે.

ઇજનેરો દ્વારા દરેક મશીનનું પરીક્ષણ કરી તેને તૈયાર કરવામાં આવી રહ્યા છે..આ તમામ કામગીરી સીસીટીવીની નજર હેઠળ કરવામાં આવી રહી છે.પ્રત્યેક બૂથદિઠ પાંચ ઝોનલ, પ્રિસાઈડિંગ વગેરે મળીને અંદાજિત ચાર હજાર કર્મચારી-અધિકારીઓની જરૂરત પડવાની હોવાથી સ્ટાફની તૈયારી પણ કરવામાં આવી રહી છે.