વડોદરા,

જીવલેણ વાયરસ કોરોના નો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જાય છે. વડોદરામાં કોરોનાથી વધુ સાત દર્દીઓના મૃત્યુ થયા છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત ના ડ્રાઈવરને પણ કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતના ડ્રાઈવર કે જેઓ નવાયાર્ડના સંતોકનગરમાં રહે છે તેમને કોરોના થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી તેમને તાવ આવતો હતો. ગઈ કાલે જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નરેન્દ્ર રાવત અને તેમના કોર્પોરેટર પત્ની અમી રાવત ચિંતામાં છે. વડોદરાના પાદરામાં પણ કોરોનાનો કહેર જાવા મળી રહ્યો છે. પાદરા નગરપાલિકાના કોર્પોરેટર દિલીપ વાળંદને કોરોના થયો છે. વડોદરા જિલ્લા એલસીબીમાં પણ કોરોના જાવા મળ્યો છે. એલસીબીના કોન્સ્ટેબલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ બાજુ વડોદરામાં કોરોનાથી વધુ ૭ દર્દીઓના મૃત્યુ થયા છે. ભરૂચના વેડચના પોલીસ હેડ કોન્સ્ટેબલનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વાસણા વિસ્તારમાં વૃદ્ધ એનઆરઆઈ, આજવા રોડના નિવૃત્ત શિક્ષકનું પણ કોરોના થી મૃત્યુ થયું છે. સમાના ફર્નિચરના વેપારી અને જંબુસર ના ૩ દર્દીના પણ કોરોનાથી થયા છે. જા કે વડોદરા પાલિકાએ સત્તાવાર જાહેરાત હજુ કરી નથી.