વડોદરા, તા.૨૦

કોરોના મહામારીને પગલે રાજય અને દેશ સહિત ધાર્મિક સ્થળોને બંધ રાખવામાં આવ્યા હતા. હવે જયારે રાજય અને દેશમાં જનજીવન સામાન્ય બની રહ્યું છે. ત્યારે વડોદરા જીલ્લાના પવિત્ર યાત્રા ધામ કુબેર ભંડારી મંદિર સોમવાર થી કુબેર દાદાના દર્શનનો મહા આનંદ ભક્તો લઈ શકશે જોકે ભક્તોને સુરક્ષા અને ચેપ થી મુક્ત રહેવા માટેની તકેદારીઓ ચુસ્ત રીતે પાળી દર્શનનો લાભ લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

 ફક્ત દર્શન માટે મંદિર સવારના 8 થી 12 અને બપોરના એક થી 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અન્ય તમામ વિધિઓ,પુજાઓની મનાઈ રહેશે મંદિરે આવતો દર્શનાથીઓએ પગરખાં પોતાના વાહનમાં ઉતારી મંદિરમાં સેનેટાઈઝ ટનલમાં થઈને પ્રવેશ કરવાનો રહેશે આ ઉપરાંત 5 ફૂટનું સોશીયલ ડિસ્ટન્સ પાળવા માટે બનાવેલા ખાનામાં ઉભા રહીને વારાફરતી આગળ વધવું,ધક્કામુક્કી ગેર શિસ્ત ન કરતા વારા મુજબ દર્શન કરવાના રહેશે

આ મંદિરમાં વડોદરા અને ગુજરાતના અન્ય ભાગો,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ થી લાખો દર્શનાર્થીઓ આવે છે ત્યારે જાતે ચેપ મુક્ત રહેવાની અને સહુને ચેપ મુક્ત રાખવાની તમામ તકેદારી પાળી દર્શન કરવા એ પ્રત્યેક દર્શનાર્થી નું કર્તવ્ય,સહુ ને સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે  માસ્ક પહેરવાનો નિયમ પાળીને દર્શન કરવા અને હાલમાં અન્ન ક્ષેત્ર પ્રસાદ વ્યવસ્થા બંધ રહેશે એની પણ ખાસ નોંધ લેવા મંદિર પ્રસાસન દ્વારા જણાવવામાં આવ્યું છે.