વડોદરા,તા.૨૦

ગલવાન ઘાટીમાં ૨૦ જવાનો શહિદ થયા બાદ દેશભરમાં લોકો રોષના માહોલ છે. અને લોકો ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે. ત્યારે વડોદરાના નિઝામપુરા વિસ્તારના ફાફડા જલેબીના વેપારી મયુર પટેલે અનોખી પહેલ ચાલુ કરી છે. જે પણ વ્યકિત તેમની દુકાને આવીને તેમની સામે ચાઈનીઝ એપ્લીકેશનો ફોનમાંથી અનઈન્સટોલ કરશે. તેમને મયુર પટેલ દ્વારા મફત ફાફડા જલેબી આપવામાં આવી રહ્યા છે. વેપારીનું કહેવું છે કે ચાઇના પોતાની એપ દ્વારા કરોડો રૂપિયા કમાણી કરે છે. તેને રોકવા માટે દરેક ભારતીય આ રીતે પોતાનું યોગદાન આપે તો ભરતની સ્થિત વધુ મજબૂત બનશે.