અમદાવાદ, ૨૦

દ્વારકા ખાતે મોરારિ બાપુ પર પબુભા દ્વારા હુમલો કરવાના પ્રત્યાઘાતો ઘેરા પડી રહ્યાં છે. હવે પબુભાના કૃત્ય સામે રાજ્યમાં સાધુ સમાજના વિરોધનો વંટોળ ઉભો થઇ રહ્યો છે. ત્યારે શનિવારના રોજ મહુવામાં વિરોધ સામે સ્વયંભુ બંધ પાળવામાં આવ્યો છે. ત્યારે મહુવા બંધના એલાનને લઇને સાહિત્યકારો પણ હવે મોરારી બાપુના સમર્થનમાં આવ્યા છે. આ સમગ્ર મામલે માયાભાઇ આહિરે નિવેદન આપતાં કહ્યું કે દ્વારકામાં જે ઘટના બની તેને વખોડું છું. લોકોના મારારિ બાપુના સમર્થનને નિર્ણયને હું આવકારું છે.

દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારિ બાપુ પર હુમલો કર્યો હતો. જો કે આ ઘટના બાદ રાજ્યની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. મોરારી બાપુ પર થયેલી હુમલાના પ્રયાસની ઘટનાનો ચારેતરફ વિરોધ થઇ રહ્યો છે. ભાવનગરમાં ત્રિ-પાંખ સાધુ સંગઠને પણ બાપુનું સમર્થન કરતાં બાઇક રેલી યોજી હતી. પબુભા સામે ઝડપથી કાયદાકિય કાર્યવાહી કરતા માટે ત્રિ-પાંખ સામે ડેપ્યૂટી ક્લેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. 

વીરપુરમાં મોરારિ બાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ઘટનાના પગલે વિરોધનો વંટોળ જોવા મળી રહયો છે. લોકો પ્રબુભાના કૃત્યનો વિરોધ કરી રહ્યાં છે. વિરપુરમાં પણ વેપારીઓએ આજે મોરારિ બાપુના સમર્થનમાં બંધ પાળ્યું છે.