ઉત્તરપ્રદેશ,

કાનપુરમાં 8 પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર કુખ્યાત ગેંગસ્ટર વિક્સ દુબેની છેલ્લા કેટલાય દિવસોથી પોલીસ શોધખોળ કરી રહી હતી. જેમાં ઉત્તર પ્રદેશ પોલીસને મોટી સફળતા મળી છે. યુપી પોલીસે વિકાસ દુબેનીઉજ્જૈન ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી ગેંગસ્ટર વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે વિકાસ દુબેએ મહાકાલેશ્વર મંદિરની રશીદ કપાવી હતી અને બાદમાં તે ખુદ પોલીસ સમક્ષ સરન્ડર થયો હતો. હાલ, સ્થનિક પોલીસે તેને જાપ્તામાં લઇ લીધો છે. ઉત્તર પ્રદેશ પોલીસે વિકાસ દુબેની ધરપકડની ખરાઈ કરી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસની હત્યા કરનાર હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના બે સાથીઓ ને પોલીસે ઠાર કર્યા છે. ઈટાવામાં રણબીર શુક્લા અને કાનપુરમાં પ્રભાત મિશ્રાને ઠાર મારવામાં આવ્યો છે.